________________
૧૭ ૬]
શિવલા, કાગળની વિશિષ્ટ પ્રતમાં જેનપુરનું “કલ્પસૂત્ર' છે. એ સુવર્ણાક્ષરમાં લખાયેલું છે. એ વડોદરાની નરસિંહજીના પિળના જ્ઞાનમંદિરમાં સુરક્ષિત છે. ચિત્રો એના હાંસિયામાં વિવિધ અને સુંદર અલંકાર ચીતરેલા છે. એને સમય ઈ. સ. ૧૪૬૫ છે.
અમદાવાદમાં મુનિ દયવિજયજીના સંગ્રહમાં કલ્પસૂત્રની એક પ્રતિ છે. એના ઉપર વર્ષ આપેલું નથી, પરંતુ એની લિપિ જોતાં એ ૧૫ મી સદીના ઉત્તરાધની હોય એમ લાગે છે. આ સુવર્ણાક્ષરી પ્રતમાં અપભ્રંશ શૈલીની ઉત્તમતા અને અલંકૃતપણાની પરાકાષ્ઠા જણાય છે આ શૈલીની બરાબરી કરે તેવી બીજી કોઈ પ્રત જાણમાં નથી. એના હાંસિયામાં રાગરાગિણી, તાન, મૂઈના તથા વિવિધ નૃત્ય, ભાવભંગી વગેરેનાં અનેક ચિત્ર એના નામ સાથે અંકિત કરેલાં છે. એની સાથે સાથે ઈરાની ચિત્રની પ્રતિકૃતિઓ પણ બનાવેલી છે. આ કાલની કલ્પસત્રની એક સચિત્ર પ્રત ગુજરાત વિદ્યાસભાના સંગ્રહમાં છે (પદ ૪૦, આ. ૬૮).
કાગળ પર લખેલા જૈનેતર સચિત્ર ગ્રંથમાં “બાલગે પાલ-સ્તુતિ”ની એક પ્રત બૅસ્ટનના સંગ્રહાલયમાં છે, બીજી ગુજરાતમાં છે. ભોગીલાલ જ. સડેસરાના સંગ્રહમાં છે. બીજી બે પ્રતો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈમાં અને એક કલકત્તાના ભારત કલાભવનમાં છે. “સપ્તશતી'ના એક પ્રત વડોદરામાં પ્ર. મંજુલાલ મજમૂદારના સંગ્રહમાં તથા બીજી બે ભારત કલાભવનમાં છે. આવા જૈનેતર થેની વધુ પ્રતો પ્રાપ્ત થતી રહે છે. “બાલગોપાલ-સ્તુતિનાં ચિત્રોમાં ભાવનાપૂર્ણ તેમજ સપ્તશતીનાં ચિત્રોમાં ગતિમત્તા તથા ઓજસથી સભર આલેખન છે.
(આ) ભિનિચિત્રો આ કાલનાં મહાલયમાં ભિત્તિચિત્રો ચીતરાતાં હશે એની પ્રતીતિ મળે છે, પરંતુ કાળક્રમે એને સદંતર નાશ થયો છે, જેથી ઉલ્લેખી શકાય તેવા નમૂના બહુ થોડા અથવા નહિવત છે ને જે છે તે પણ નષ્ટપ્રાય સ્થિતિમાં છે. ખાસ કરીને ભિત્તિચિત્ર ઈટરી ઈમારત પર કરવામાં આવતાં. જોળકાની ખાન મસ્જિની અંદરની બાજુના ભાગમાં હજીય ગેરુઆ રંગનાં આલેખનેનાં એંધાણ અને સુશોભને જોવા મળે છે. સરખેજના સૈયદ સાહેબના રોજની છતને કેટલોક ભાગ ચીતરેલે છે અને એ હજીય મેજૂદ છે. એમાં સુશોભનાત્મક પ્રવાહી રૂપાંકન કરેલું છે, જે અત્યારે પણ જોઈ શકાય છે. ચાંપાનેરમાંથી ખોદકામમાં બહાર આવેલાં ઘણાં ઘરોની ભીંત પર ચિત્રોના અવશેષ જોવા મળે છે. વળી સરખેજના રોજાની બહાર કબર છે તેમાં પણ રેખાંકને જોવા મળે છે. આ ઉપરથી આ કાલમાં ચૂનાના પ્લાસ્ટર પર ભિત્તિચિત્રો કરવાની પદ્ધતિ પ્રચલિત હતી એ જાણવા મળે છે,