________________
મું]. ચિત્રકલા
[૪૯૭ ૬. વસ્ત્રાભૂષણની દૃષ્ટિએ જેનચિત્રમાં છેતીની સજાવટ અને વસ્ત્રોમાં સુવર્ણ
કલમથી વેલબુટા, દુપટ્ટા અને મુકુટ આકર્ષક જણાય છે. સ્ત્રીઓના શરીર ઉપર ચોળી, ચૂંદડી, દેતી અને કટિપટ બતાવેલા છે. આભૂષણેમા મુકુટ અને માળાઓની અધિકતા જણાય છે. સ્ત્રીઓના ભાલ ઉપર ચાંલે, કાનમાં કુંડળ અને બાહુ પર બાજુબંધ હોય છે. સઘળાં ચિત્રોમાં રત્નમાળાઓનું
અલંકરણ છે. ૭. ચિત્રોનો આકાર એકચક્ષ્મી, દેઢચમી કે બેચશ્મી હેય છે. મુખ ઉપરની
રેખાઓમાં ગૌરવ ગર્વ તથા અભિમાન પ્રકટ થાય તે રીતનું ખાકન કરવામાં આવે છે. આકૃતિઓમાં નાસિકા પોપટને ચાંચ જે અને પ્રમાણમાં
અધિક લાંબી જણાય છે. ૮. આ ચિત્રોમાં તત્કાલીન લેકકલા, સાચા અર્થમાં અ ભવ્યક્ત થઈ છે. આ ચિત્રકલામાં તત્કાલીન લેકકલાનું સમાન એટલા માટે થયેલું છે કે એક તો એ ધાર્મિક સીમાઓમાં બંધાયેલી રહી છે અને બાજુ રાજાશયાના વિલાસી વાતાવરણથી મુક્ત રહી છે. એની આકૃતિઓ રેખાઓ અને સજાવટમાં સર્વત્ર લેકકલાનું મોહક રૂ૫ વિદ્યમાન છે.
જૈન ધર્મનાં ચિત્રોમાં આ લેકકલાને આધાર તીર્થકરોના જીવનકથનમાં રહેલે છે. આ કથાઓ ઘણું મનોરંજક હેય છે, ઉપરાંત એમાં તત્કાલીન લોકજીવન તથા લેકસંસ્કૃતિ પ્રતિબિંબિત થાય છે.
ગુજરાતની આ કલા ભારતીય ચિત્રકલાના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વની છે, એનું કારણ આ ચિત્રકલાના નાના અગર મોટા દરેક ચિત્રે કેટલાયે સૈકાઓ સુધી અજંતા બાઘ અને એલેરાની ગુફાઓનાં ભિત્તિચિત્રોની પરંપરા જાળવી રાખી છે. વળી સ્વચ્છતા અને સુંદરતામાં આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી રાજપૂત અને મુઘલકલાની એ જન્મદાત્રી છે.૮
મુઘલ સમય પહેલેનાં જૂનાં ચિત્રોમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતા .થી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાન ભાગ તદન ખુલ્લો હોય છે. મુઘલ સમય પહેલાંનાં ચિત્રોમાં સ્ત્રીઓની માફક પુરુષોનો પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા દેખાઈ આવે છે. પુરુષો દાઢી રાખતા અને કાનમાં આભૂષણ પહેરતા. મુઘલ કાલથી સ્ત્રીઓએ ભથે
ઇ-૫-૩૨