________________
પ્રકરણ ૧૭
ચિત્રકલા
(અ) લઘુચિત્રો ભારતની રાજપૂત અને મુઘલ ચિત્રકલાની પહેલાં, એટલે કે ૧૬ મી સદી પડેલાં, લઘુચિત્ર ની બે પ્રકારની ચિત્રકલા મળી આવે છે. આ બે પ્રકારમાંથી એક પ્રકાર નેપાળ અને ઉત્તર બંગાળ તરફને ૧૧ મી સદીના સમયને મળી, આવે છે અને બીજો પ્રકાર ગુજરાત અને રાજસ્થાન બાજુને ૯ મી સદીના અંતસમયથી મળી આવે છે. આ બંને પ્રકારોની કલાઓમાં એકબીજાનું અનુકરણ કઈ રીતે થયું છે એટલે કે એકબીછ કલાને સીધો સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ એ બંને કલા પ્રાચીન ભારતવાસીઓએ પોતાની મેળેસ્વતંત્ર રીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતી ચિત્રકલા મુખ્યત્વે બૌહ. ધર્મના હસ્તલિખિત ગ્રંથમાં મળે છે, પશ્ચિમ ભારત ની ચિત્રકલા મુખ્યત્વે Aતાં નર જેના હસ્તલિખિત ધનગ્રંથમાં અને કેટલાક જૈનેતર ગ્રંથમાં મળી આવે છે. આ લધુચિત્ર તાડપત્ર કાગળ અને કાપડ પર બનેલાં છે. આમાં તાડપત્ર પરનાં ચિત્ર પ્રાચીન છે. મુસ્લિમોના પ્રભાવથી કાગળને વપરાશ વધતાં તાડપત્રો પરનાં લેખન અને ચિત્રણની શ્રમસાધ્ય પ્રવૃત્તિ ઘટતી ગઈ અને કાગળ પર ગ્રંથલેખન અને ચિત્રણ વ્યાપક બન્યાં. ભારતના બધા ભાગોમાં આમ જ બનેલું જોવા મળે છે. કા ડ પર મુખ્યત્વે લાંબા પ્રસંગ પટ્ટ ચિત્રિત થયેલ જોવા મળે છે.
આ ચિત્રકલાના વિકાસમાં જે ધર્માવલંબી રાજાઓ, અમાત્ય અને શ્રેણીઓએ ભાગ ભજવ્યો છે કેટલાક એને જૈન શૈલી' તરીકે ઓળખાવે છે. પરંતુ કલાવિવેચક રાયકૃષ્ણદાસના મતાનુસાર કંઈ પણ કલારૌલીને ધર્મ વિશેષના નામથી ઓળખવી ઉચિત નથી.' આ ચિત્રકલાને વિકાસ ગુજરાતમાં થયે હેઈ કેટલાક એને “ગુજરાતી રૌલી' તરીકે પણ ઓળખાવે છે. આમ કહેવામાં પણ મુશ્કેલી એ છે કે આ શૈલી ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં માળવા નેપાળ ઉત્તર બંગાળ વગેરે ભાગમાં પ્રસરી હતી. ડો. આનંદકુમાર સ્વામીએ આ રૌલીને પશ્ચિમ ભારતની શૈલી' તરીકે ઓળખાવી છે તિબેટી ઇતિહાસકાર તારાનાથે પણ