________________
શિકૃતિઓ
(૪૮૧ આબુ પર વિમલવસહીની ૨૧ મી દેરીમાં ન દેવી અંબિકાની ચાર મતિઓ પૈકીની સૌથી મોટી મૂર્તિ વિ. સં. ૧૩૯૪(ઇ.સ. ૧૩૩૭–૩૮)ને લેખ ધરાવે છે. આ ભવ્ય મૂર્તિમાં દેવી લલિતાસનમાં બેઠેલ છે; બે હાથ પૈકી જમણા હાથે છ કેરીઓની લુમ અને ડાબા હાથે બાળક ધારણ કર્યો છે. મુકુટની ઉપરના ભાગમાં નાના કદની એક જિન-મૂર્તિ કરેલી છે. ર૯ આસન નીચે દેવીનું સિંહ વાહન જણાય છે.
આને મળતી આવતી અંબિકાની એક મૂર્તિ અહીંના પિત્તલહર મંદિરમાં ચડેલી છે, જેના પર વિ. સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪પર-પ૩) લેખ છે.* - વડાદરાના એક જિનાલયમાંથી વિ. સં. ૧૫૩૪( ઈ.સ. ૧૪૭૭૮)નો ૮ ખ ધરાવતી અંબિકાની ધાતુપ્રતિમા મળી આવી છે. ચતુર્ભુજ દેવી લલિતાસનમાં બેઠેલ છે. દેવીના ઉપલા જમણા હાથમાં પાશ અને ડાબા હાથમાં અંકુશ છે, જ્યારે નીચલા જમણા હાથ વડે કેરીની લુમ અને નીચલા ડાબા હાથ વડે બાળક ધારણ કરેલું છે. દેવીના પગ પાસે વાહન સિંહ અને જમણી બાજુએ એક અનુચર જોવા મળે છે. ૩૧
આને મળતી આવતી વિ. સં. ૧૫૪૭(ઈ. સ. ૧૪૯૦-૯૧)ને લેખ ધરાવતી એક પ્રતિમા ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરમાંથી મળી આવી છે, જેમાં ફેર કેવળ ઉપલા હાથેનાં આયુધોના ક્રમમાં જોવા મળે છે. આમાં દેવીએ ઉપલા જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ ધારણ કરેલ છે.
શત્રુંજય ઉપર દાદાજીની ટ્રક પર સીમંધર સ્વામીના મંદિરમાં જૈન દેવી સરસ્વતીનું એક શિલ્પ સચવાયેલું છે. એમાં દેવી ત્રિભંગમાં ઊભેલ છે દેવીની બંને બાજુએ એક એક અનુચરી ઊભી છે. દેવીના ચાર હાથ છે. ૧૪મી સદીનો જેને સરસ્વતીને આ સરસ નમૂને છે.૩૩
સોમનાથના જૈન મંદિરમાં સરસ્વતીની બે પ્રતિમા છે તે પૈકીની એક ૧૫ મી સદીની છે.૩૪
અકાટામાંથી મળી આવેલી જૈન મહાવિદ્યાદેવી અછુપ્તાની વિ.સં. ૧૫૬પ(ઈ.સ. ૧૫૦૮–૦૯)નો લેખ ધરાવતી ધાતુ પ્રતિમા વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ઘોડેસવાર દેવીના ઉપલા જમણે હાથમાં તલવાર અને ઉપલા ડાબા હાથમાં ઢાલ છે, જ્યારે નીચલા જમણા હાથમાં કટારી અને નીચલા ડાબા હાથમાં ચાબુક છે.૩૫ પ્રતિમાનું કલાવિધાન ઊતરતી કક્ષાનું છે.
-૩૧