________________
શિલ્પકૃતિઓ
[૪૭૩
આવતને સાથે પોતાનાં સર્પાકાર અંગોથી મનહર ર તે ગૂંથાયેલી આઠ નાગણી પણ ઉત્તમ માનવનું ધરાવે છે. નાગ અને નાગણીઓએ હાથ જોડેલા છે. સમગ્ર દશ્ય કલાત્મક અને રમ્ય લાગે છે.'
ધોળકાના વરાહ મંદિરમાં રાખેલી આરસની ગરુડમૂર્તિ નોંધપાત્ર છે. વિ.સં. ૧૪૧૪(ઈ.સ. ૧૩૫૭-૫૮)ની સાલને લેખ ધરાવતી આ મૂર્તિમાં વીરાસનમાં બેઠેલા ગરુડે હાથ જોડેલા છે. એણે સર્પનું કટિસૂત્ર અને કંઠહાર ધારણ કરેલ છે. એનાં ભારે જડબાં ૧૪ મી–૧૫ મી સદીની જૈન પ્રતિભાઓમાં જોવા મળતા આ પ્રકારના વલણ તરફ નિર્દેશ કરે છે. એ
આ કાલની સૂર્યમૂર્તિઓ જૂજ સંખ્યામાં મળી આવે છે. એમાં વંથળીનું સૂર્યપરિકર અને વાવડીની સૂર્ય સૂર્યાણીની પ્રતિમા નેધપાત્ર છે.
વંથળી( જિ. જૂનાગઢ)માંથી મળી આવેલ ત્રણ ટુકડે વહેંચાયેલ સૂર્યપરિકર જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પરિકરમાં ૧૧ મૂર્ય કંડારેલ છે. ઉપરના ભાગમાં મધ્ય ગોળમાં કંડારેલા મુખ્ય સૂર્યને છ હસ્ત છે, જેમાંના એકમાં વરદમુદ્રા, બીજા પાંચમા તથા છઠ્ઠામાં પદ્મ, ત્રીજામાં કંઈક અરપષ્ટ અને ચેથામાં બિરું છે. સૂર્ય સાત અશ્વો વડે ખેંચાતા રથમાં ઉકાસનમાં બેઠેલ છે. સૂર્યની બંને બાજુએ ગેખની બહારના ભાગમાં અંધકારનું ભેદન કરતી ઉષા અને પ્રત્યુષાની આકૃતિઓ કરેલી છે. એમની બાજુના ગોખમાં સમભંગ ઊભેલા સૂર્ય છે. એમના પગ પાસે બંને તરફ પ્રતિહાર ઊભા છે. ઘટિકાના શિ૯૫ નીચેના ગોખમાં પણ સૂર્ય કંડારેલા છે. એની બાજુમાં બહારના ભાગમાં બંને તરફ અપ્સરાઓ અને મકરમુખ કતરેલાં છે. પરિકરના મધ્યભાગથી સહેજ બંને બાજુના બબ્બે ગોખમાં એકેક સૂવે છે, એમાંના નીચેના ગોખની બહાર બે દેવાંગના પ્રાથના મુદ્રામાં જોવા મળે છે. સમગ્ર પરિકરને ફૂલવેલની ભાતથી સજાવેલું છે. આ સજાવટ અને પરિકર પરના લેખના લિપિ–મડ પરથી આ શિલ્પ ૧૪મી સદીનું હેવાનું મનાય છે.”
જૂનાગઢ મ્યુઝિયમમાં આ ઉપરાંત ૧૪ મી સદીના મનાતા બીજા બે સૂર્યપરિકર પણ સચવાયા છે. - રાજકોટ જિલ્લામાં ભાયાવદર પાસે આવેલા વાવડી ગામમાંથી મળી આવેલી અને રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સુરક્ષિત સૂર્ય અને સૂર્યાણીની બે મૂર્તિ ઉત્તર-મધ્યકાલની આથમતી કલાનું સ્વરૂપ દર્શાવે છે. સૂર્યની મૂતે સમભંગ સ્થિતિમાં છે. દેવના મસ્તક પર અષ્ટકોણ કિરીટ–મુકુટ, કાનમાં કુંડળ, બંને હાથમાં પૂર્ણ વિકસિત પદ્મ, ગળામાં મુક્તામાળા, અંગ ઉપર આછું