SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૬ શિલ્પકૃતિઓ સેલંકી કાલમાં વિકસિત શિલ્પૌલીને ૧૩ મી સદીના અંતમાં રાજ્યાશ્રય મળતું બંધ થતાં કેટલાક શિલ્પી મેવાડ વગેરે પ્રદેશમાં ગયા અને ત્યાં રાણા કુંભાના સમયમાં વિશિષ્ટ શિ૯૫શૈલી પ્રગટાવી. બીજી બાજુ કેટલાક શિલ્પીઓને ગુજરાતના ધનવાન મધ્યમ વર્ગ દ્વારા પ્રોત્સાહન મળતાં એમણે ઘરમંદિરે અને ઘર સુશોભનમાં તેમજ અરવલલી ગિરનાર શત્રુ જય વગેરે યાત્રાધામોમાં દેવાલયોના જીર્ણોદ્ધારમાં તથા નવાં દેવાલય બાંધવામાં પોતાની કલાને પ્રવાહ જીવતો રાખ્યો. વળી આ શિ૯પીઓએ ગુજરાતના સુલતાનના પ્રોત્સાહનથી મુસ્લિમ સ્થાપત્ય કલામાં પણ નિપુણતા મેળવી અને એમાં પોતાની શિ૯૫સજાવટકલા પાથરી. આથી વિશિષ્ટ પ્રકારની હિંદુ-મુસિલમ શિલ્પશૈલી વિકસી, જેમાં ફૂલવેલ અને ભૌમિતિક આકૃતિઓનું રૂપાંકન મનોહર બન્યું. આ વિશિષ્ટ શિલ્પશૈલીને લઈને આ સમયનું ઇસ્લામી અને નાગરિક સ્થાપત્ય મનહર બન્યું અને દેવાલયોમાં તેમજ ઘરસુશોભનમાં પણ એને વિશિષ્ટ સ્થાન મળ્યું. સમય જતાં એમાંથી વિશિષ્ટ પ્રકારની કાષ્ઠકલાને વિકાસ થશે. બારમા સૈકાના પૂર્વાર્ધથી ગુજરાતનું હિંદુ તથા જૈન મૂર્તિવિધાન વિશેષતઃ “અપરાજિત-પૃચ્છાને અનુસરતું હોય એમ એ સમય અને એ સમય પછીની સેવ્ય અને શૃંગાર પ્રતિમાઓ તથા દતર શિલ્પકૃતિઓ નીરખવાથી સ્પષ્ટ થાય છે. ગુજરાતની મુસ્લિમ સલતનતના કેટલાક સુલતાને ધર્મઝનૂની હોવાથી એ સુલતાનોના કાલમાં હિંદુ તેમજ જૈન મંદિરનું બાંધકામ ઘણું અંશે અટકી પડયું હતું, તેથી હિંદુ તથા જૈન શિલ્પકૃતિઓનું કોતરકામ ઘણું જ ઓછું થયું, છતાં આ સમયમાં ગુજરાતનાં કેટલાંક હિંદુ રજવાડાંઓની આણ નીચેના પ્રદેશમાં કેટલાંક હિંદુ તથા જૈન મંદિર બંધાયાં. વળી આ સમયે વાવ કૂવા કુંડ કુંડવાવ અને વાવ જેવાં લેકોપયોગી બાંધકામ મોટા પાયા પર થયાં. જેમ મનુષ્યનું કદરૂપાપણું ઢાંકવા માટે એને સારાં શૃંગાર અને આભૂષણેથી શણગારવામાં આવે છે તેમ વાઘેલાકાલ અને એ પછીના સમયમાં કોતરાયેલ મૂર્તિઓ માં જીવંતતા ઓછી થઈ ત્યારે મૂર્તિઓના શૃંગાર વધવા લાગ્યા. વળી
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy