SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સલ્તનત કાલે, મહેમદાવાદ મુબારક સૈયદને રેજો-મહેમદાવાદથી બે કિલોમીટર દૂર પૂર્વ દિશામાં સે જાલી ગામ પાસે, ૧૫ મી સદીના રાજાઓમાં વધુ આકર્ષક એ, મહમૂદ બેગડાના વજીર મુબારક સૈયદને રોજે છે તે ઈ.સ. ૧૪૮૪માં બનેલું છે. એના થાંભલા ઠીક ઠીક જાડા છે અને ચાર ચારને સમૂહમાં આજેલા છે. અંદરના બાર થાંભલા ૧૧૭૫ મીટરના ચોરસ બનાવે છે, જેને જાળીઓથી જડેલા છે. આ થાંભલા કેંદ્રમાંને ઘુંમટને ટેકો આપે છે. ઘુંમટની રચના કમાનીકરણના પ્રકારની છે. કબરને ઢાંકનારા એ સ્તંભોની સંખ્યા ૩૬ છે. સ્તંભ નીચેથી કાતરેલા અને વચ્ચે ખૂબ સાદા છે. ઈમારત ૧૨૫ મીટર જમીનથી ઊંચે છે અને ૩૦ મીટર સમચોરસ વિરતાર રોકે છે એની કમાને વાળી પડાળી બહુ જ સુંદર લાગે છે, જેને સરખેજના રાજા સાથે સરખાવી શકાય. ઇમારત સાદી છતાં ભવ્યતાપૂર્ણ છે અને એની પ્રમાણસરતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ખંભાતની ઉમર બિન અહમદ અલ કાઝરૂનીની કબર–કબરસ્થાપત્યની દૃષ્ટિએ જૂનામાં જૂની હયાતી ધરાવતી (ઈ.સ. ૧૩૪૩ ની) આ કબર (૫દ ર૭, આ. ૪૫) ખંભાતમાં આવેલી છે. એના ઉપર સૂરાઓ કોતરેલી છે. આ કબર એના મજિદ બાંધનારની છે. કબરનું સુશોભન સારું ને સુ દર છે. એના પર અરબીમાં લેખ કેરેલે છે. આ વિસ્તારમાં બીજી ચાર-પાંચ કબર પણ છે. સીદી શહીદની મસ્જિદ–અમદાવાદનું શ્રેષ્ઠ જાળીકામ ધરાવતી અને એથી ભારતના કલાત્મક નમૂનાઓમાં સ્થાન પામેલી આ મસ્જિદ લાલ દરવાજા પાસે આવેલી છે. રાણી સિપ્રીની મસ્જિદ જેવી નાનકડી છતાં એના જેવી જ નજાકતવાળી આ મસ્જિદ એની મુખ્ય દીવાલ પરની સુંદર જાળીઓને લીધે સૌથી વધુ પ્રખ્યાત છે. બાંધણીની દષ્ટિએ એ એની કમાનની રચના, છતની રચના વગેરેને લઈને પાછળના સમયની જણાઈ આવે છે. એ રચનાપદ્ધતિમાં સારંગપુરની મસ્જિદ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અકબરના સમયમાં એ પૂરી થઈ હતી એમ પણ હવે જાણવા મળે છે. ૨ મજિદના મિનારા સાદા પણ આકારના છે. અંદર પ્રકાશ લાવવા માટે મુખ્ય દીવાલ પર મૂકેલી અતિશય સુંદર કોતરણીવાળી જાળીઓના કારણે એનું મહત્વ વધ્યું છે ને એ દર્શનીય બની છે. મરિજદમાં એ સિવાય બીજી કોઈ કારણ નથી.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy