________________
૪૫૮)
સતનત કાલ
વિભાજન કરતાં વલય મૂકેલાં છે તે મિનારાને અતિ આકર્ષક અને સુંદર દેખાડે છે. રસ્તા પર પડતા ઝરૂખામાં ઉત્તમ નકશીકામ છે નાનકડી જગ્યામાં એટલું બધું સુરચિપૂર્ણ આયોજન કરેલું છે કે એને ઉત્તમ માનવી પડે. બંને મિનારાની ઊંચાઈથી શરૂ કરી દષ્ઠિરેખાને એક મિનારાથી બીજા મિનારા સુધી લઈ જતાં નીચેના ભાગ જે રીતે એક સમગ્ર રૂપ ધારણ કરે છે તે સ્થાપત્યકીય સૌદર્યની દષ્ટિએ અતિશય મને રમ્ય લાગે છે. એથી જ એને સંદરમાં સુંદર મસ્જિદ માનવામાં આવે છે. આ મસ્જિદ અમદાવાદમાં આઑડિયા ચકલામાં આવેલી છે.
બાજુમાં રોજે છે, પણ મસ્જિદના પ્રમાણમાં ઘણે ભારે છે. જોકે એની કોતરણી ઘણે અંશે મસ્જિદની કોતરણી જેવી થવાને પ્રયત્ન કરે છે, છતાં એ મસ્જિદ જેટલી સુંદર તો ન જ કહી શકાય.
કહેતુલકુછની મસ્જિદ–અમદાવાદમાં કારંજમાં દક્ષિણ બાજુએ આવેલી આ મસ્જિદ રાણી સિપ્રીની મસ્જિદના પ્રકારની છે. એમાંના લેખમાં લખેલું છે કે સુલતાન મહમદ(૩ જા)ના સમયમાં નવખાં, જેને ફઈતુમુલ્કને ઈલ્કાબ હતો, તેણે આ મજિદ હિ.સ. ૯૪પ(ઈ.સ. ૧૫૩૮)માં બાંધી.
વટવાની મંજિદ અને રોજ–કહેવાય છે કે પ્રસિદ્ધ સંત સૈયદ જલાલ બુખારીના પૌત્ર સૈયદ બુરહાનુદ્દીન કુતુબેલમ સાહેબ અમદાવાદ વસ્યું તે વખતે આશાવલમાં રહેલા, પણ એ પછી વટવામાં આવી વસેલા. એમને રોજે જોતાં એ પાછળથી થયેલો લાગે છે, પણ રોજાની સાથેની મસ્જિદમાંના લેખ પરથી એ સ્જિદ હિ.સ. ૮૭૪ ઈ.સ. ૧૪૬૯)માં મહમૂદ બેગડાના સમયમાં બધાઈ હતી એમ લાગે છે. રોજાની રચના મજિદ સાથે મળતી આવતી નથી, પરંતુ હાલમાંના સિકંદરના રાજાને તેમજ મહેમદાવાદના રસૈયદ મુબારકના રાજને મળતી આવે છે.
ધોળકાની ખાન મજિદ-– સંપૂર્ણપણે ઈટ અને ચૂનામાં બનાવેલી આ મસ્જિદ અહ૫ખાન ભક્કાએ બંધાવી હતી. દરિયા ખાનને રેજો, આઝમ મુઆઝમને રોજે અને આ મસ્જિદ ગુજરાતના ઈટરી સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનાએમાં ગણી શકાય. મસ્જિદ ખૂબ જ મોટી છે. ૬૦ મીટર જેટલી લંબાઈની આ મજિદ એની વિશિષ્ટ બાંધણી માટે અને એના ઉપરના ચૂનામાં કરેલા નકશીકામ માટે ખૂબ પ્રશસ્ય છે. અંદરનો વિસ્તાર ૪૫ મીટર૪૧૩ મીટર જેટલું છે અને એને ત્રણ સ્પષ્ટ ઓરડાઓમાં વહેંચી નાખેલ છે. આ ઓરડાઓને વિભાજની દીવાલ ૩૭૫ મીટર જાડી છે અને વચ્ચે સુંદર કમાન બનાવેલી છે, જેથી એકમાંથી બીજામાં સહેલાઈથી જઈ શકાય. આગળની અને પાછળની