________________
૪૪૪)
સસ્તનત કાલ
ઝિ,
પોતાના ખર્ચે સમરાવી એવો ઉલ્લેખ છે.૫૪ આ ઉલ્લેખના આધારે મિનારા થતા હતા એટલે તે સાબિત થાય છે, પરંતુ એ પછીની ભરૂચની મસ્જિદમાં મિનારાને કયાંય રથાન નથી એ પણ વિશિષ્ટ હકીકત છે. ખંભાતમાં ઉપર્યુક્ત મસ્જિદના મિનારાને આકાર કેવો હશે એની માત્ર કલાના કરવાની જ રહે છે, પરંતુ મિનારાના છેક પ્રારંભિક રૂપને ખંભાતની ઈ.સ. ૧૩૨૫ માં પૂરી થયેલી જામી મસ્જિદમાંના મિનારા પરથી ખ્યાલ આવી શકે છે (ટ્ટ ૧, આ. ૩૫). અહી મરિજદનામિહરાબવ ળ લિવાનનું પ્રવેશદ્વાર કમાનદાર દીવાલનું છે ને એની ઉપર પાંચ વિભાગોમાં વહેંચાયેલા નાનકડા અણીદાર આકારનું મિનારાનું સાવ પ્રારંભિક કહી શકાય તેવું ઘનરૂપ છે. આ મિનારા દીવાલમાંથી જ એના ઉપરના નાનકડા ભાગરૂપે જ નીકળેલા છે; નથી એમાં કોઈ સ્થાપત્યકીય વિશેષતા કે નથી મિનારાની પ્રતિભા. ત્યાર પછીનું મિનારાનું થોડુંક વિકસિતરૂ૫ ધેળકાની ઈ સ. ૧૩૩૩ માં બંધાયેલી હિલાલખાન કાછની મજિદમાં જોવા મળે છેઅહીં પણ એ મિહરાબવાળા લિવાનના પ્રવેશવાળી કમાનદાર દીવાલમાંથી નીકળે છે. એને કેઈ આગવું સ્થાન નથી, પરંતુ ઉપરના ભાગમાં એની ઊંચાઈ જુદી તરી આવે છે. અને એ વચ્ચેની કમાનતી બંને બાજુની દીવાલમાંથી ઉપર કાઢવામાં આવ્યા છે; જોકે આ ઊંચા કરેલા સ્તંભરૂપને મિનારા કહેવા કે કેમ એ પ્રશ્ન થાય, કારણ કે એ પણ ઘન છે ને એમાં અંદર પોલાણ ન હોવાથી એ માત્ર મિનારાના શોભાના પ્રતીકરૂપે જ વ્યક્ત કરાયા છે. અર્થાત મિનારાની આવશ્યક્તાને સ્પષ્ટ સ્વીકાર શરૂ થયેલો જોવા મળે છે. આ મિનારાની ઊંચાઈ દીવાલની ઊંચાઈની ૩/૪ જેટલી જ છે, જેથી એ ઇસ્લામના પ્રતીકથી વધારે ભાગ ભજવતી લાગતી નથી, વળી એ મિનારાની વિશિષ્ટ રચના જેવી નથી, પરંતુ એની એ પુરોગામી જરૂર છે.
ધોળકાની ખાન મસ્જિદ જેને મહમૂદ બેગડાના સમયની માનવામાં આવે છે, તેમાંના મિનારાને લિવાનના બે છેડે બહાર મૂકેલા છે ને ત્યાં ઉપર જવાને બહારથી રસ્તે પણ બનાવે છે, જે છેક ઉપર સુધી જાય છે. આ મિનારાનો ભાગ અંદરથી પિલો અને કમાનદાર છે ને અઝાન માટે ખૂબ જ અનુકૂળ છતાં એને આકાર પછીના મિનારા જેવો નથી. આ મિનારા મસ્જિદને ચુંટાડેલા હોય તેવા વધુ છે. બીજી વિશેષતા એ છે કે એ લિવાનની અંદરની
અસ્તિત્વ ધરાવતી દીવાલ કરતાં લિવાન જેટલી જ બીજી એકસરખી એ લિવાનની ઊંચાઈની અલગ દીવાલ પર અડધી દીવાલ જેટલા ઊંચા છે. મૂળ લિવાનની બહારની દીવાલના ચોથા ભાગ જેટલી મિનારાની ઊંચાઈ છે. એનું મિનારાના