________________
૧૫ મુ]
સ્થાપત્યકીય સ્મારક
૪િ૩૭
બનાવ્યું કે એના ઉપર લગાડયું અને એને નીચેની છતના આકારના આધારે સરખું રૂપ આપ્યું. પરિણામે શું મટના આકાર વિવિધ પ્રકારના બન્યા. વળી છતની નીચેના થાંભલા પથ્થરો વગેરેને સુગ્રથિત રાખવા એના ઉપર એ કોંક્રીટ પાથરવાની પદ્ધતિ પણ અમલમાં આવી. મંદિર પરના આમલક અને કળશને ઘુંમટ પર સ્થાન અપાયું.
કેટલાક ઘુમટોની ટોચ આમલક અને કલશ વિનાની જોવા મળે છે, પરંતુ એ બૂઠું હોવાને કારણે અને એમાં બે ત્રિજ્યાઓ મળતી હેવાને કારણે આંખને ગમે તેવું ન થયું, પરિણામે શું બટની ટોચે આમલક અને કલશને કોંક્રીટની સાથે અંદર ગોઠવી લઈને ઉપરના ભાગમાં અણીરૂપે કાઢી એને દૃષ્ટિરંજક બનાવવાને પ્રયત્ન કર્યો (પટ ૧૪, આ. ૩૧). એ સફળ થયા અને પછી રૂઢ થયો.
મંદિરોમાંના સ્તંભ વિશિષ્ટ માપમાં હતા. મંદિરને સામાન્યપણે પીઠ ઉપર રથાપિત કરવાનું હોવાથી થાંભલાઓની બહુ ઊંચાઈ આવશ્યક હતા નહિ. સામાન્ય રીતે કુંભીના કુલ નવ જેટલાં માપમાં (કુંભી સાથે) થાંભલે આવી જતા. મંદિરનું તલમાન પણ ઘણે અંશે સ્તંભની પહોળાઈ કે દીવાલ અથવા ગર્ભગૃહના પદ ઉપર આધારિત હતું. વળી વિતાન છત શિખર વગેરેનું માપ વિશિષ્ટ પરિમાણ પદ્ધતિવાળું અને ભારતીય હવામાનને અનુકૂળ એવી ઓછી ઊંચાઈવાળું તથા જમીન પર વધારે લંબાઈવાળું હતું તેમજ મુખ્યત્વે મંદિરના અસંખ્ય માનવ મહેરામણ એકીસાથે ઊભરાય તેવી કલ્પનાને સવાલ જ નહતો જ્યારે ઇસ્લામનું આખુંય આયોજન સામૂહિક હોવાને કારણે બંદગી નમાજ વગેરે મુખ્યત્વે સામૂહિક રીતે જ આચરાતાં, તેથી મસ્જિદના આયોજનમાં વિશાળ વિસ્તારનું રોકાણ સ્વાભાવિક કરવામાં થઈ ગયું. મંદિરની (શિખર વગરની) ઊંચાઈ બરાબરની મસિજદની ઊંચાઈનો મોટો પ્રશ્ન વિસ્તારને આવરવાનો હતો. એક જ સ્તંભ છે ઊચાઈ હેવા ને એનાં વિસ્તાર અને ઊંડાણ વધારે હોય તો દેખીતી રીતે જ એ અપ્રમાણુ અને અંધારિયું લાગે તેમજ મોટા વિસ્તારમાં પથરાવવાનું હોવાથી દૂરથી એટલું બધું નાનું લાગે કે એ મહત્તહીન બની જાય. આમ ઉપયોગિતાને કારણે મંદિરનાં બધાં અંગ એમ ને એમ ફેરફાર કર્યા સિવાય વાપરવાં શકય નહિ, પણ કંઈક પ્રતિકૂળ પડવાં, પરિણામે ઉપરાઉપરી બે સ્તંભ કરીને ઊંચાઈ વધારી અજવાળું વિસ્તાર અને દૃષ્ટિરુચિરતા એ બધા માટે માર્ગ કાઢવામાં આવ્યું. આમાં બે થાંભલાઓને જોડવાને પ્રશ્ન ઊભો થયો જ, પરંતુ સાથે સાથે આ થાંભલા તેઓના માપથી બેવડાતાં જોવામાં એ પાતળા અને સોટા જેવા દેખાવા લાગ્યા. એને ઉકેલ લાવવા માટે બંને સ્તંભ જ્યાં જોડાય ત્યાં અથવા તે એક સ્તંભની કુંભી જે અહીં ઉપરના થાંભલાને અંત બનતી તેને ઉપસાવેલી રહેવા દઈ