________________
૧૫ મું ) સ્થાપત્યક સમારકે
[૪૩૫ (ઈ) ઈસ્લામી સ્થાપત્ય સતનતકાલીન ઈસ્લામી સ્થાપત્યને પરિચય મેળવતાં પહેલાં એના પ્રકારે વિશે જાણું લેવું ઈષ્ટ છે.
ઈસ્લામી સ્થાપત્ય-પ્રકારમાં મજિદ શ્રેષ્ઠ છે. મસ્જિદ એ મુસ્લિમોનું નમાજ-સ્થાન છે. એનાં મુખ્ય અંગમાં (૧) પ્રાર્થના માટે તંભયુક્ત છાઘવાળો લિવાન” (મંડ૫), (૨) લિવાનની દીવાલમાં મક્કાની દિશા સૂચવત “મિહરાબ” (ગેખ), (૩) મિહરાબની બાજુમાં ઊંચું વ્યાસપીઠ જેવું “મિંબર” (જેના પરથી ઇમામ નમાજ પઢાવે છે), (૪) લિવાનની સામે ખુલ્લે “શાની (ચોક), (૫) નમાજ પહેલાં વજુ (હાથ–પગ ધોવા) માટે શાનની વચ્ચે કે એક બાજુએ “હેજ' અને (૬) નમાજના સમયની જાહેરાત (બાંગ) માટે ઊંચે “મિનાર છે. આ મિનારા પરથી પકારાતી બાંગને “અઝાન” કહે છે.
ઈદને દિવસે નમાજ પઢવા માટે મુસ્લિમ વસ્તી હોય ત્યાં “ઈદગાહ ” કરવામાં આવે છે. આમાં મક્કાની દિશાસૂચક મિહરાબયુક્ત કે સાદી દીવાલ, એને અડીને એક નિંબર અને દીવાલની સામે નમાજ પઢવા માટે ખુલો ચોતરો કે મેદાન હોય છે.
| મુસ્લિમ સંતે એલિયાઓ અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઈમારતને “મકબર” કે દરગાહ’ કહે છે. આમાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે એની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટે ભાગે ચેરસ તવદર્શનવાળી શું મરદાર ઇમારત છે. એમાં કબરવાળા ખંડની ચારે તરફ જાળીઓની મનોહર રચના હોય છે.
મસ્જિદની સાથે મકબરાને સમાવેશ થયો હોય તેવી ઈમારતને બરાજે કહેવામાં આવે છે. કેટલીક વાર આ શબદ એકલા મકબરા માટે પણ વપરાય છે.
ગુજરાતમાં સત્તનત સ્થપાઈ એ પહેલાં પણ ઇસ્લામી ધર્મસ્થાને અહી બંધાયાં હોવાના પુરાવા મળે છે. સલ્તનતની સ્થાપના થતાં અને મુસલમાનની વસ્તી વધતાં આવશ્યકતા અનુસાર અનેક ઇસ્લામી બાંધકામ થવા લાગ્યાં. તોડી પાડવામાં આવેલાં હિંદુ મંદિરોના કાટમાળના ઉપગથી અને હિંદુ શિલ્પીઓના હાથે આ બાંધકામ કરાવવામાં આવેલાં હેવાને લઈને એના પર હિંદ કલાને પ્રભાવ પડશે.૫૦ આથી ગુજરાતમાં આ કાલ દરમ્યાન વિશિષ્ટ પ્રકારના ઇસ્લામી થાપત્યને વિકાસ થશે.