SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મું ] સ્થાપત્યકીય સમારકે [ ૧ બનેલું છે. ત્રિકમંડપમાં યક્ષ-યક્ષિણ માટે ગોખની રચના ગૂઢમંડપ તરફની દીવાલમાં કરેલી છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપની બાહ્ય દીલ વક્ષ વક્ષિણીઓ નૃત્યાંગનાઓ અને વાદકની આકૃતિઓધા વિભૂષિત . ૨૭ આબુ-દેલવાડાનું પિત્તલહર મંદિર (પદ ૧૦, આ. ૨૪) વિ.સં. ૧૩૭૩ (ઈ.સ. ૧૯૧૬) અને વિ.સં. ૧૪૮૯(ઈ. સ. ૧૪૩૩)ના વચ્ચે બંધાયું હતું. આ મંદિર ગુજર ભીમાશાહે બંધાવ્યું હતું ને એમાં મૂલનાયક તરીકે આદીશ્વરની મૂતિ પધરાવી હતી. હાલની ૧૦૮ મણની પિત્તળની મૂર્તિ મંત્રી સુદર અને મંત્રી ગદાએ વિ.સં. ૧૫ર ૫(ઈ.સ. ૧૪૬૯)માં પધરાવી છે. મંદિર મૂળ ગભારો, ગૂઢમંડપ, સભામંડપ અને નવચોકીનું બનેલું છે. ગૂઢમંડપમાં આદીશ્વરનું મોટું બિંબ છે. રંગમંડપ અને ભમતીને રચનાનું કામ શરૂઆતમાં અધૂરું મૂકવામાં આવ્યું હોય એમ લાગે છે. ગર્ભગૃહની દ્વારશાખા તેમ એતરંગમાં કાઉસગ્ન અવસ્થામાં ઊભલા જિનમૂર્તિઓ કોતરેલી છે. ૨૮ પિસિનામાં નીલકંઠ મહાદેવના મંદિરમાં પાઠના સહુથી નીચલા થરથી મંડોવરના સહુથી ઉપલા થર સુધી સુંદર શિ૯૧ કંડારેલા છે. ગર્ભગૃહ મંડપ અને શૃંગારચોકી પરનાં છાવણ પછીના સમયમાં સમાવેલાં છે. ગર્ભગૃહની દ્વારશાખ પચશાખા પ્રકારની છે. શિલ્પ અને સુશોભનની કાતરી પરવા એ ૧૫મી સદીનું હેય એમ જણાય છે. ૨૯ આબુ–દેલવાડાના ખર રવસહી ત્રણ મજલાનું ચોમુખ મંદિર છે. દરેક મજલે ગભ ગૃહમાં ચોમુખ મૂર્તિ નજરે પડે છે. મંદિરમાની ઘણી મૂર્તિઓ વિ.સં. ૧૫૧૫(૧૪૫૮-૫૯)માં સંધી મંડાલક તથા એમના કુટુંબીજને દ્વારા પ્રતિઠિત થઈ હતી. આ મ દર દેલવાડાનાં દેરાસરમાં સહુથી ઊંચું છે. નીચલા મજલે ગર્ભગૃહની ચારે બાજુ એકેક મેટો મંડપ છે. ગર્ભગૃહની બહારની દીવાલ પર દિપાલ વિદ્યાદેવાઓ અને યક્ષ-યક્ષિણીઓ તથા શાકભંજિકાઓની શિ૯૫કૃતિઓ આવેલી છે. મંદિરની ચૌમુખ પ્રતિમા પાર્શ્વનાથની છે. દરેક બાજુની મૂતિને ફરતે ભવ્ય પરિકર છે ને મૂર્તિના મસ્તક ઉપર નવફણાવાળા સર્પનું વિતાન છે. મંદિરના સ્ત બે પર અલંકૃત તરણ કાઢેલાં છે.” ભેટાલી(જિ. સાબરકાંઠા) માં સારી રીતે જળવાયેલું શિવપંચાયતન મંદિર છે. આ મંદિર સમૂહ ત્રણ મીટર ઊંચી જગતી પર બાંધેલ છે. પછીતનો ભાગ ડુંગરની તળેટી સાથે સંલગ્ન છે. મુખ્ય મંદિર શિવનું છે ને એ ગર્ભગ્રહ અંતરાલ મંડપ અને શૃંગારકીનું બનેલું છે મંડપ અને ચોકી પરનાં છાવણ
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy