SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫મું] સ્થાપત્યકીય સ્મારકે [૪૨૭ સંધવી ગાવિંદે તારંગા પરના અજિતનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને વિ.સં. ૧૪૭૯(ઈ.સ. ૧૪રર-ર૩)માં નવી મૂર્તિ પધરાવી. આબુ-દેલવાડામાં સંધવી ગોવિંદ વિ.સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૭–૩૮)માં દિગંબર જૈન મંદિર બંધાવ્યું. ગિરનાર પરનું સંગ્રામસિંહ સેનીનું મંદિર વિ.સં. ૧૫૦૨-૧૫૧૭ (ઈ.સ. ૧૪૪૬-૬૧) દરમ્યાન સંગ્રામસિંહે સમરાવેલું. વિ.સં. ૧૫૦૯(ઈ.સ. ૧૪૫૩)માં ખંભાતના સાણરાજે ગિરનાર પર વિમલનાથનું મંદિર બંધાવ્યું. આ મંદિર નામશેષ છે. ગિરનાર પરનું લક્ષ્મતિલક મંદિર નરપાલ સંધવીએ વિ.સં. ૧૫૧૧(ઈ.સ. ૧૪૫૫)માં બંધાવેલું. વિ.સં. ૧૫ર૪ (ઈ.સ. ૧૪ ૬૮ માં ગિરનાર પરનું અંબાજી માતાનું મંદિર શ્રેષ્ઠી સામલે સમરાવી એને જીર્ણોદ્ધાર કરેલ. સુલતાન મહમૂદ બેગડાના મંત્રી ગદારાજે (વિ.સં. ૧૫૨૫) સેજિત્રા(તા. પેટલાદ, જિ. ખેડામાં આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. હાલ આ મંદિર વિદ્યમાન નથી. વસઈ(તા. વિજાપુર, જિ. મહેસાણા)નું નીલકંઠેશ્વર મંદિર ત્યાંના રોણક પટેલે વિ.સં. ૧૫ર ૫-ક વર્ષ ૧૩૯ (ઈસ. ૧૪૬૮)માં બંધાવેલું. વિ.સં ૧૫ર૭(ઈ.સ ૧૪ 91)માં અણહિલપુરના ખીમસિંહ અને સહસાએ પાવાગઢ પર જૈન મંદિર બંધાવેલું. એ અસામાં ખંભાતમાં શ્રેષ્ઠ ગોધાએ જૈન મદિર બંધાવેલું. એ હાલ મેજૂદ રહ્યું નથી. વિ.સં. ૧૫૩ (ઈ.સ. ૧૪૭૪)માં ચોરવાડમાં પાર્શ્વન થનું મંદિર બંધાયું હતું. હાલ એ નામશેષ છે. એ અરસામાં ઈડરમાં શેઠ ઈશ્વર સેનાએ જેને મંદિર બંધાવેલું. ઝાલા રાજા ભીમના સમયમાં વિ.સં. ૧૫૩૧(ઈ.સ. ૧૪૭૪-૭૫)માં મહેતા હરપાલે ખાંભડા(તા. ધ્રાંગધ્રા, જિ. સુરેંદ્રનગર)માં ગણપતિની દેરી કરાવી. વિ સં. ૧૫૩૫ (ઈ.સ. ૧૪૯)માં ચાણસ્મામાં શેઠ રવિચંદે ભેટવા પN. નાથનું મંદિર સમરાવ્યું. મેટી દાઉ(જિ. મહેસાણા)માં ભવાનીશ્વર મહાદેવનું મંદિર છે, એ વિ સં. ૧૫૬૫(ઈ.સ. ૧૫૦૯)માં બંધાયું હતું.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy