SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું] ધમન્સપરાય લખમસી નામને શિષ્ય એની સાથે ભળ્યો. તેઓએ એ જ સાલમાં “લોકાગચ્છ સ્થા છે. એમને મુખ્ય વિરોધ જિનપ્રતિમાની પૂજા સામે હતો. એમના મત પ્રમાણે આગમો મૂર્તિપૂજાનો આદેશ આપતા નથી. લકા શાહે પોતે દીક્ષા ન લીધી, પણ બીજા એના ઉપદેશથી દીક્ષા લઈને “ઋષિ” બન્યા. પાદશાહને માનીતે પીરોજખાન મંદિર અને પૌષધશાળાઓ તેડતા હતા તેવા સમયે આ ગચ્છ ઉદ્દભવ્યો તેથી ઘણા લોકો એના વિચારમાં ભળ્યા. આ ગચ્છને વિશેષ પ્રચાર પારખ લખમસી તથા ઋષિ ભાણાએ કર્યો અને થોડા સમયમાં જ એની કેટલીયે ઉપશાખા ઉભી થઈ, જેવી કે (૧) લખમસી પારખના નામથી પારખમતી ઉભવી. (૨) વિ.સં. ૧૫૪૨ (ઈ.સ. ૧૪૮૬)માં રૂપા ગુજરાતીએ “ગુજરાતગચ્છ' ઊભો કર્યો. (૩) “ઉતરાધી” અથવા સરોવામતી' નામની પેટાશાખા થઈ. (૪) વિ.સં. ૧૫૮૧(ઈ.સ. ૧પર૫)માં નાગોરના રૂપચંદ, હિરાગર અને સીચઈ ગાંધીએ નાગોરી ઉપશાખા સ્થાપી. વિ.સં. ૧૫૩૩(ઈ.સ. ૧૪૭૭)માં શિરોહી સેના અરઘટ્ટ પાટકના નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના “ઋષિ ભાણુથી પ્રતિભાનિષેધને આ વાદ વિશેષ પ્રચામાં આવ્યું. એમાં માનનારને મૂર્તિપૂજકે “લુ૫ક-વેષધરઉત્થાપક” કહી તિરસ્કારતા. કવિ લાવણ્યસમયે લોંકામતનું ખંડન કરતી “સિદ્ધાંત પાઈ' જૂની ગુજરાતીમાં વિ.સં. ૧૫૪ (ઈ.સ. ૧૪૮૭)માં રચી. •Y એકાંત સ્થાન-દંઢામાં રહેવાનું પસંદ કરતા હોઈ તેઓ પિતાને ટૂંઢિયા” પણ કહેવરાવતા. વિ.સં. ૧૫૭ (ઈ.સ. ૧૫૧૪)માં એમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થ “બીજમત” સ્થાપ્યું, જેને કવચિત “વિજયગ૭' પણ કહે છે. આશરે વિ.સં. ૧૭૦૦ ઈ.સ. ૧૬૪૪)માં લવજી ઋષિએ એની રથાનક્વાસી શાખા કાઢી, જેને પ્રચાર તેમ પ્રસાર ટૂંક સમયમાં ઘણો સારો થયો. પ્રારંભમાં માત્ર ૨૨ ઋષિનું જૂથ બનેલું તેથી બાઈસટોલા' કહેવાતા. હવે તો સેંકડે સાધુ-સાધ્વીઓ અને લાખો શ્રાવકોને વિશાળ સમુદાય “સ્થાનકવાસી બની ગયો છે અને મૂર્તિપૂજકે જેટલી જ એમની પણ સંખ્યા થવા જાય છે. ૧૦૫ રાજસ્થાનમાં બીજા અનેક ગચ્છ થયા. છેવટે તપાગચ્છને આનંદવિમલસૂરિએ વિ.સં. ૧૫૮૨(ઈ.સ. ૧૫ર ૬)માં ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિોદ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા આદરી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો. આની લોકેા ઉપર સારી છાપ પડી. સાવીઓ માટે ૩૫ બેલના નિયન લેખ પાટણમાંથી વિ.સં. ૧૫૮૩( ઈ.સ. ૧૫ર૭)માં બહાર પાડ્યો, જેની વિગત તત્કાલીન સાધુસંધની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. •
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy