SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨] સલતનત કાલ [ . કિાના જેમાં ગળાઈ પ્રમાણ નખની અપેક્ષા એ વધુ છે તેમજ અક્ષરોના આડા લસરકા સમુદ્રની લહેરોની જેમ ચઢાવ ઉતારવાળી રેખાઓમાં લખવામાં આવે છે તેને અત્યંત ઘેરો પ્રભાવ હાઈ લખાણમાં મૃદુતા અને લાવણ્યમયતા આવી છે અને આખું પંક્તિબંધ લખાણ જાણે જલતરંગ જેમ મધુર અને મૃદુ પ્રવાહમાં ઝોલા ખાતું વહી રહ્યું હોય એવો આભાસ કરાવે છે. આવા મૃત્યુલેખ બેએક અપવાદ સિવાય ભારતના કોઈ પણ ભાગમાંથી મળતા નથી. આવા લેખ દક્ષિણ અરબસ્તાનમાં મળતા હોવાથી એમ અનુમાન કરવાને અવકાશ ખરો કે દક્ષિણ અરબસ્તાનથી આવા નમૂના મગાવવામાં આવતા હશે અને અહીં સ્થાનિક સૂત્રધાર દ્વારા એને પથ્થર પર કંડારાવવામાં આવતા હશે. આ બધા લેખોને અરબી સુલેખનકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓની હરોળમાં મૂકી શકાય. સહતનત કાલમાં પણ એ છેવત્તે અંશે આ સુલેખનશૈલીના મૃત્યુલેખ ખંભાત પાટણ મહેસાણા વગેરે જગ્યાઓએ મળે છે. ૧૮ એવી જ રીતે ૧૪મી સદીના મસ્જિદ વગેરેના અભિલેખે ની જેમ સતત કાલના પણ વિશેષ કરીને એના પ્રારંભકાલના અભિલેખની નખ શેલી બિહાર પ્રદેશના અમુક તુગલકાલીન અભિલેખ ની શલાને મળતી આવે છે. આમ જોઈએ તો આ નખ શૈલી અને ઉપર વર્ણવેલી મૃત્યુલેખની રિકાથી પ્રભાવિત શૈલી વચ્ચે ઘણું સામ્ય છે, પણ એમાં અમુક અક્ષર તેના ભાગોના નિરૂપણમાં ફેર છે. દા.ત., અરબી મૂળાક્ષરના “B” અક્ષરના જમણા ભાગના ડાબી બાજુથી જમણી તરફ જતા આડા લસરકાના જમણી બાજુવાળા ભાગને ઉપર તરફ તીર છોઈ આપી સહેજ વક્રતાથી લંબાવવામાં આવે છે. જે કોઈ પક્ષીઓ ઉપર ઉઠવે | પૂછડીને આભાસ કરાવે છે, અથવા શબ્દના આખરમાં આવતા મૂળાક્ષરના અક્ષર “” (જેને આકાર આંખ જેવો હોય છે) કે શબ્દની શરૂઆતમાં કે વચમાં આવતા અક્ષરો – (અધ) ૧, ૨, ૨ કે ૨ ને જમણી અને ડાબી તરફના ખૂણાઓની બાજુઓને લંબાવી આબેહૂબ આંખ જેવો આકાર આપવામાં આવે છે. , આવા નમૂનાઓમાં પાટણની નાગરવાડાની મસ્જિદને હિ.સ. ૭૩૪ (ઈ. સ. ૧૩૩૪), “જામે મસ્જિદ અને હિ.સ. ૭૪૯ (ઈ.સ. ૧૩૫૭-૫૮)૨૧ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના કંપાઉન્ડમાં આવેલી વાવ અને પીર ઘેડાની દરગાહના અનુક્રમે હિ.સ. ૮૦૭( ઈ.સ. ૧૪૫) અને હિ.સ. ૮૧૬(ઈસ, ૧૪૧૩-૧૪)ને, ૨૩ ભરૂચની જામે મસ્જિદને હિ સ. ૭૩૨ (ઈ. સ. ૧૩૨૧-૨૨)૨૪
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy