________________
પ્રકરણ ૧૨
લિપિ
ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતના પછી ત્રણ વર્ષના ગાળામાં નાગરી અને અરબી લિપિઓમાં લખાયેલાં લખાણ મળ્યાં છે. ગુજરાતી લિપિને ઉભા આ કાલના અ ત સમયમાં થયો હતો.
૧. નાગરી લિપિ આ સમયથી તામલે જવ મળે છેખાસ કરીને દેવાલયો અને મસ્જિદ ની દીવાલો પરના લેખે, પાળિયા પરના લેખે તથા પથ્થર કે ધાતુની પ્રતિમાઓ પરના લેખો વિપુલ પ્રમાણમાં મળ્યા છે. પ્રતિમાલેખને બાદ કરતાં લગભગ ૩૦૦ - જેટલા શિલાલેખ ઉપલબ્ધ થયા છે. આ લેખે મુખ્યત્વે નાગરી લિપિમાં લખાયા છે. મજિદેના લેખ બહુધા અરબી લિપિમાં લખાયેલા છે. કયારેક મસ્જિદલેખો અરબીની સાથે સાથે નાગરી એમ ઉભય લિપિઓમાં પણ લખાયા છે. આ અભિલેખિક સામગ્રી આ સમયની લિપિઓને પરિચય મેળવવામાં ઘણે અંશે સહાયભૂત થાય છે.
ઉપરાંત હસ્તપ્રત પણ આ અંગે ઘણી ઉપયોગી છે. આ સમયે તાડપત્ર પર લખાયેલી પ્રતોની અપેક્ષાએ કાગળ પર લખાયેલી પ્રતો વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. મોટા ભાગની હસ્તપ્રતો જેન શૈલીએ લખાઈ છે. છતાં કેટલીક પ્રતિ જૈનેતર લહિયાઓની લખેલી પણ ઉપલબ્ધ છે. જૈનેતર લહિયાઓએ પ્રચલિત નાગરી લિપિને પોતાનાં લખાણોમાં ઉપયોગ કર્યો છે, આથી જૈનેતર પ્રત અને અભિલેખોના આધારે તત્કાલીન ગુજરાત-વ્યાપી નાગરી લિપિનું સામાન્ય સ્વરૂપ સરળ રીતે જાણું શકાય છે, તેવી રીતે જૈન પ્રતિમાં પ્રયોજાતું નાગરી લિપિનું વિશિષ્ટ વરૂપ પણ જાણવા મળે છે.
નાગરી લિપિનું સતનતકાલીન સ્વરૂપ પદ ૧ માં દર્શાવવામાં આવ્યું છે, જેમાંનાં પહેલાં ત્રણ ખાનાઓમાં અનુક્રમે ૧૪મી, ૧૫ મી અને ૧૬ મી સદી(ઈ સ. ૧૫૭૨ સુધી)ના અભિલેખોનાં પ્રયોજાયેલા વર્ષોના મરડ ગોઠવ્યા છે,