SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સુ'] ભાષા અને સાહિત્ય [130 લખ્યાં હતાં, એમાંનાં ધણાંખરાં સુલતાનના ફરમાનથી એણે રચ્યાં હતાં. ફઝલુલ્લાહે ‘મજઉન્ નાદિર’ ઉપરાંત ‘દસ્તુરુ હુફ્ફાઝ’ (હાોિની દસ્તૂર) અને ‘ખુલાસિતુલ્ ઠિકાયત’ ( હિકાયતે।ને ખુલાસા) પણ લખ્યાં હતાં. નેમતુલ્લાહે એ જ મુલતાન મહમૂદશાહ બેગડાના શાસન દરમ્યાન ‘ઉયૂનુરશરઅ' ( શરીઅતનાં ઝરણાં ) લખી હતી. અહીં હુલમુખારીના ‘હદીસ’–ગ્રંથ ઉપર અનેક ભાષ્ય લખાયાં હતાં. એ પૈકી ઈબ્ન હજર અકલાનીનું સૌથી વિશેષ પ્રચલિત ભાષ્ય ‘řહુલ લ ખારી ’ની સૌ પ્રથમ નકલ માંડૂના રસૈયદ અલીખાન ખાસ નહરે સુલતાન મુઝફૂંફ્ફરશાહ ૨ જાને ભેટ આપી ત્યારે એની કદર તરીકે એને ભરૂચના હાકેમ નીમ્યા હતા. શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે તેમ ઝિમેના સમયમાં કેઈ વિશિષ્ટ સાહિત્ય સર્જાયું ન હતું, એનું કારણ એ હતું કે તેએ વિદ્વાનને આશ્રય આપી શકે એવી સ્થિતિમાં ન હતા અથવા સત્તા માટેની સાઠમારી હંમેશાં ચાલતી રહી હતી તેથી એવા શાંતિના સંજોગ પણ એવાં કાર્યો માટે ઉપલબ્ધ થયા ન હતા. માત્ર એ દાખલા મળે છે કે સુલતાન ફીરોઝશાહ તુલુકના સમયના નાયબ નાઝિમ શમ્મુદીન અબૂ રજા ઇબ્રાહીમ બિન હસન સ ગીતને ઉત્તેજન આપવામાં રસ ધરાવતા હતા. યુનિયતુલમુનિયા' એવા અટપટા નામનું પુસ્તક ભારતીય સામગ્રી ઉપર આધારિત એના સમયમાં રચાયુ' હતું. એ અગાઉ સ ગીતશાસ્ત્રા ઉપર એક અરબી પુસ્તક ‘ફરીદુર્ ઝાન ફ્રી મરિકૃતિલૂ અહ્વાન (સૂરેાના જ્ઞાન આબતમાં જમાનામાં અજોડ)ને અનુવાદ ફારસીમાં કાઈ એક અમીરે નાઝિમાના કાલમાં કરાવ્યો હતે.૬૦ ભારતમાં ±ારસી સાહિત્યની વિશિષ્ટતાએ પૈકીની એક કાશચનાશાસ્ત્ર'ને વિકાસ છે. ગુજરાતમાં આવેલા કડી જેવા નાનકડા સ્થળના વતની ક્રુઝબુદ્દીન મુહમ્મદ બિન કિવામે ઈ.સ ૧૪૩૪માં‘બહેરૂલ ફ્ઝાઈલ’(સસ્તુઓને સાગર) નામના શબ્દષ્કાશની રચના કરી હતી, એ ગુજરાતે ફારસી સાહત્યક્ષેત્રે આપેલા ફ઼ાળામાં વૃદ્ધિ કરે છે. એ જ લેખકે નિઝામી ગજવી( મૃ. ઈ.સ. ૧૨૦૩)ના ‘મખ્ખનુલ ભાર’(ભેદાનેા ખનને) નામક સ્તવનું ભાષ્ય ફારસીમાં લખ્યું હતું. એ સૂફી મત ઉપર એક આધારભૂત પુસ્તક લેખાય છે. ટૂંકો, આ કાલમાં સુલતાનેા ફારસી શાયરીની રચનામાં ઘણી દિલચસ્પી લેતા હતા છતાં એકે ખ્યાતનામ શાયર થયા ન હતેા, મજબ અને તસવ્વુફના વિષયા ઉપર પુષ્કળ સાહિત્ય સર્જાયું હતું, જેમાં ‘કુરાને શરીફ’ના અલગ સૂરાએ અને હઝરત પેગબર મુહમ્મદની હદીસા ઉપર ભાષ્ય, વિવિધ ફિરકાના નદૂર સૂફીઓનાં જીવનચરિતા, સ ંગીત, અખી વ્યાકરણ વગેરે વિયે:ને સમાવેશ થાય છે. ૪-૫-૨૨
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy