________________
૩૨
સસ્તનત લ
[346
મીરાંબાઈ (ઈ.સ. ૧૪૯૯-૧૫૪૭)- મૂળ મારવાડમાં જોધપુર પાસે મેડતાની રાજકુમારી અને લગ્નથી મેવાડના રાજકુટુંબમાં ગયેલી, પાછળથી વિધવા થયેલી મીરાં કૃષ્ણભક્તિને કેંદ્રમાં રાખીને તત્કાલીન વ્યાપક ભાષામાં સેંકડા પદ રચી ગઈ છે. રાજસ્થાન અને ગુજરાત બને એને પેતાની ઉચ્ચ કૅાટિની ધ્રુવિયત્રી તરીકે સંમાને છે.
જાવડ (ઈ.સ. ૧૫૧૫’માં હયાત)—દેશ ‘માલિયાગર’ અને વતન ‘બદનાવર’ના કાઈ જાવડની ‘મૃગીસંવાદ' કે ‘મૃગલીસવાદ' નામની સ. ૧૫૭૧ (ઈ.સ ૧૫૧૧) માં રચેલી રચના નવામાં આવી છે.
નાકર (ઈ.સ. ૧૫૧૬–૧૫૬૮ માં હયાત)—ભાલણનાં આખ્યાના પછી વડાદરાનેા દિશાવાળ વણિક નાકર મહાભારતનાં અનેક પદ્યના મધ્યકાલીન ગુજરાતીમા સાર આપી આખ્યાનેથી ભાષાને સમૃદ્ધ કરનારા નિઃસ્પૃહ લેખક છે, મહાભારતમાં શાંતિ અનુશાસન અને આશ્રમવાસિક સિવાયનાં ૧૫ પર્વો ઉપરાંત રિશ્ચંદ્રાખ્યાન’ (સ’. ૧૫૭૨-ઈ.સ.૧૫૧૬) અને ‘રામાયણ’ (સ’. ૧૬૨૪-ઈ.સ. ૧૫૬૮) એતઃ મહત્ત્વની આાત–રચનાઓ છે. ઉપરાંત ‘કણ ચિરત્ર' ‘કૃષ્ણવિષ્ટિ' ભ્રમરગીત’ ધ્રુવાખ્યાન’ ‘નળાખ્યાન’ ‘ખાહરણ’ ‘મૃગલીસંવાદ' વગેરે અન્ય આખ્યાન પણ એનાં મળ્યાં છે.
ગણપત (ઈ.સ. ૧૫૧૮ માં હયાત)--માદમાં ઉગ્રસેનવ ંશી નાગ નરેશના રાજ્યકાલમાં કાઈ ગણપત નામના કવિએ ‘માધવાનલ કામકલા' સંજ્ઞાવાળી, વિભિન્ન રસાથી સમૃદ્ધ, પદ્યમા લૌકિક કથા (સં. ૧૫૭૪-ઈ.સ. ૧૫૧૮) રચેલી જાણવામાં આવી છે.
ચતુર્ભુજ (ઈ.સ. ૧૫૨૦ માં હયાત)-ભાલણના પુત્ર તરીકે મનાતા એક ચતુર્ભુજની ‘ફ્રાગુ’ પ્રકારની ‘ભ્રમરગીતા' જાણવામાં આવી છે.
કેશવદાસ રહેરામ (ઈ.સ. ૧૫૩૬ માં હયાત)——સેારઠમાં આવેલ પ્રભાસ પાટણના વક્ષ્મીક કાયસ્થ કૅશવરામ રદેરામે ભાગવતના દશમસ્કંધની ૪૦ વર્ગોમાં ફાળવેલી આખ્યાન કાર્ડની ‘કૃષ્ણક્રીડાકાવ્ય’ (સ. ૧૫૯૨-ઈ.સ. ૧૫૩૬) નામની રચના છે, જેમાં એણે પ્રસંગવશાત્ ‘વ્રજભાષા’માં પણ કડીએ લખી છે. એમાં આપેલ ‘વસંતવિલાસ’વાળા વં ગમેળ શાર્દૂલવિક્રીડિત નૃત્તમાં છે.
જુગનાથ (ઈ.સ. ૧૫૪૩ માં હયાત)— ઈ જુગનાથતી ભુજંગી છંદના ચાલની ‘રામાષ્ટક’ (શાકે ૧૪૬૪-ઈ.સ. ૧૫૪૩) નામની નાની રચના મળી છે.