________________
૧૧ જુ]
ભાષા અને સાહિત્ય
૩િ૧૩
ભૂદેવ શુકલ (ઈ.સ. ૧૬ સૈકો)–“ધર્મવિજય” નામનું પંચાંકી નાટક ભૂદેવ શુકલે દિલ્હીના દાનતનાધ્યક્ષ કાયસ્થ કેશવદાસ માટે ઈસ. સેળમાં સિકામાં રચેલું છે. સ્માત આચારોથી પારલૌકિક ફળ બતાવતું આ રૂપકાત્મક નાટક છે. ઇતર સાહિત્યકારે
અબ્દુર રહેમાન (ઈ.સ.ની ૧૪મી સદી લગભગ)–જેને સમય નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી તે ઉત્તર અપભ્રંચને મુસ્લિમ વણકર કવિ, સંભવત: ખંભાતમાં હોય તેવો, અબ્દુર રહેમાન એના “
સંજના' નામના દૂતકાવ્યથી જાણવામાં આવ્યા છે. આ રાસમાં એક વિરહિણી નાયિકા કઈ વિજયનગર નામના નગરની છે અને એ ખંભાતમાં રહેતા પિતાના પ્રિયને એક પથિક દ્વારા સંદેશ મોકલે છે. અનેક છંદોમાં કવિએ ઋતુઓનાં સુંદર વર્ણન આપી ઉચ્ચ પ્રકારની કવિતા સાધી આપી છે. આ પ્રકારનાં દૂતકાવ્ય પછી પ્રાકૃત કે અપભ્રંશમાં થયેલાં જાણવામાં આવ્યાં નથી.
અસાઈત (ઈ.સ. ૧૩૬૧ માં હયાત)–લેકનાટય કિંવા “ભવાઈ'ના પુરસ્કારક તરીકે જેની ગુજરાતમાં ખ્યાતિ છે તે સિદ્ધપુરનો ઔદીચ્ય બ્રાહ્મણ અને ત્રાગાળા નાયકને આઘપુરુષ અસાઈત ત્રિવિધ પ્રકારનું સાહિત્ય આપી ગયો છે. એણે ભવાઈન ૩૬૦ જેટલા વેશ લખ્યા હતા, જેમાંના કેટલાક આજ સુધી ભજવાતા આવ્યા છે. એની ‘હંસાઉલિ એ મધ્યકાલીન ગુજરાતી કિંવા “ગુજર ભાખા ની પહેલી કહી શકાય તેવી લૌકિક કથા છે, જેમાં હંસાઉલિ નામની રાજકુમારીના હંસ અને વર્લ્ડ નામના બે પુત્રની અદ્ભુતરસમૂલક કથા આપવામાં આવી છે. એનાં કેટલાંક પ્રકીર્ણ દેહા રૂપનાં સુભાષિત પણ જાણવામાં આવ્યાં છે. અસાઈતની ‘હંસાઉલિ' જેમાં પણ સારું માન પામેલી જણાય છે.
વસંતવિલાસકાર તથા હરિકૃષ્ણ-ફાકાર– વસંતવિલાસ” અને હરિકૃષ્ણફાગુ' એ બને ફાગુ કાવ્ય છે. પ્રથમની કૃતિમાં કોઈ ચોક્કસ નાયક અને નાયિકા નથી, પણ એ વસંતઋતુના વિહારનું કાવ્યલક્ષણેથી સમૃદ્ધ નાનું કાવ્ય છે. બીજી કૃતિમાં દ્વારકામાં કૃષ્ણને એમની પટરાણીઓ સાથે વસંતવિહાર વર્ણિત થયો છે. કેટલુંક સામ્ય હોઈ બંને એક કવિની રચના હેય તે એમાં આશ્ચર્ય નહિ હોય.