________________
સતનત કાલ
આ “મઆસિરે મહમૂદશાહીમાં સુલતાન મહમૂદશાહ બેગડાના શાસનના છેલ્લા બે દાયકાઓનો ઇતિહાસ છે એ જોતાં એને લૂનીના “મઆસિરે મહમૂદશાહીના અનુસંધાનરૂપ લેખી શકાય
અબ્દુલકરીમ બિન અતાઉલ્લાનીમદિહીએ મહમૂદશાહ બેગડાના ફરમાનથી ‘તબકાતે મહમૂદશાહી' ગ્રંથ લખ્યો હતો, એ ગ્રંથ કર્તાના નામ પરથી “તબકાતે અબ્દુલ કરીમ' નામથી પણ ઓળખાય છે. ગ્રંથને કર્તા બહમની સુલતાન મહમૂદ ૨ જાને એલચીર હતો. એણે સૃષ્ટિના સર્જનથી માંડીને ઈ.સ. ૧૫૦૦ સુધીને ઇસ્લામી રાજ્યોને અહેવાલ આપેલ છે. ગુજરાત અંગેની માહિતી છેલ્લા તબક્કા(પ્રકરણ)માં અને ખાતિમા(પુરવણ)માં આવે છે. એમાં એણે આપેલી વિગત સમકાલીન હેઈ આધારભૂત ગણાય. પાછળથી લખાયેલા ઈતિહાસમાં એના આધાર લેવામાં આવેલા છે તે ચર્ચાસ્પદ બાબતો અંગે લેખકે પિતાના અભિપ્રાય ટાકેલા છે. આ પુસ્તકની બે હતપ્રત પ્રાપ્ય છે.
તબકત” લખાયાના બે વરસ પછી “તારીખે સદ્ધ જહાન” નામથી ઓળખાતા ગ્રંથ ફેyલાહ બિમ્બાનીએ લખ્યું હતું. એને રચનાર સદ્ર જહાન ગુજરાતી” નામથી વધુ વિખ્યાત છે. એ પુસ્તક “તારીખે મહમૂદશાહી' નામથી પણ ઓળખાય છે. એમાં હિંદુસ્તાનની તવારીખની અંદર આપેલી ગુજરાતની તવારીખમાં સુલતાન મહમૂદ બેગડાના શાસનની ઈસ. ૧૫૦૧ની સાલ સુધીની વિગત છે. વિગતમાં બનાવોની માત્ર રૂપરેખા છે, છતાં ગુજરાતની સલતનત અંગેની જે માહિતી છે તે આધારભૂત છે, કારણ કે કર્તા અને એના પૂર્વજો ગુજરાતની સલ્તનત સાથે સંકળાયેલા રહેતા હતા. એની માત્ર એક જ પૂર્ણ પ્રત પ્રાપ્ય છે.
“તારીખે સલાતીને ગુજરાતને લેખક શરફુદ્દીન મુહમ્મદ બુખારી એના કાલને એક મહાન વિદ્વાન હતો અને સુલતાન મુઝફફરશાહ ૨ જાની નોકરીમાં હતો. એનું અવસાન ઈ.સ. ૧૫૧૫માં થયું હતું. એણે પુસ્તકને ત્રણ તબક્કા(વિભાગ કે પ્રકરણ)માં વહેચેલું છે. પહેલામાં ઝફરખાનના જન્મ(ઈ.સ. ૧૩૪ર)થી માંડીને એના અવસાન (ઈ.સ. ૧૪૧૧) સુધીને, બીજામાં અહમદશાહ ૧ લાની તખ્તનશીની (ઈ.સ. ૧૪૧૧)થી માંડી સુલતાન દાઊદખાનને તખ્ત ઉપરથી ઉઠાડી મૂકવામાં આવ્યો (ઈ.સ. ૧૪૫૮) ત્યાં સુધીનો, અને ત્રીજામાં સુલતાન મહમૂદશાહ બેગડાની તખ્તનશીની (ઈ.સ. ૧૪૫૮)થી માંડી એના અવસાન (ઈ.સ. ૧૫૧૧) સુધીને ઈતિહાસ છે. આ માહિતી એના દબાચામાં આપવામાં આવી છે. એ ગ્રંથની માત્ર જે એક પ્રત પ્રાપ્ય છે તેમાં તે માત્ર છેલ્લો વિભાગ છે. એમાં નોંધેલા ઘણાખરા બનાવાનો લેખક જાતે સાક્ષી હતા,