________________
૩૦૪ સલતનત કાલ
[ પ્ર. એ જ રીતે પ્રચલિત લોકભાષામાં ગદ્યમાં મૂળના અર્થને સમજાવતું વિવરણ કરવામાં આવે છે તેવો બાલાવબોધ” અને “વાર્તિકનો પ્રકાર પણ આ સમયની સૂઝ છે.
જૂની ગુજરાતી ભાષાનું વિપુલ રાસાદ સાહિત્ય મુખ્યતઃ જૈનાચાર્યોએ રચેલું મળે છે, જેમાં લેકજીવનના સમસ્ત પ્રદેશ ઉપર ફરી વળે તેવી હકીકત ગૂંથાયેલી અને સંગૃહીત પ્રાપ્ત થાય છે. સંસકૃત-ગુજરાતી સાહિત્ય
મેરૂતુંગરિ (ઈ.સ. ૧૩૦૫)–નાગૅદ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય મેરૂતુંગસૂરિએ પાંચ ખંડાત્મક પ્રબંધચિંતામણિ નામનો ગ્રંથ વઢવાણમાં રહીને સં. ૧૩૬૧(ઈ.સ. ૧૩૦૫)માં સ કૃત ભાષામાં રચ્યો છે. ગુજરાતના ઇતિહાસ માટે આ ગ્રંથનું અદ્વિતીય મૂલ્યાંકન છે. વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૫–૭૪૬)માં અણહિલવાડ પાટણના સ્થાપના માનીને એ સાલથી લઈને મંત્રીશ્વર વસ્તુપાલે શત્રુંજયતીર્થને સં. ૧૨૭૭(ઈ.સ. ૧૨૨૦-૧૨૨૧) માં કરેલી યાત્રા સુધીના બનાવોની સાલો આ ગ્રંથમાં આપવામાં આવી છે. આમાં વચ્ચે વચ્ચે લોકરંજનાથે ઈક્ષસ જેવી લેકવાર્તાઓ પણ આપવામાં આવી છે.
મેરૂતુંગે મહાપુરુષચરિત’ (ઉપદેશશતી) કે “ધર્મોપદેશશતક રચ્યું છે તેમાં ઋષભદેવ શાંતિનાથ નેમિનાથ પર્વનાથ અને મહાવીર સ્વામી એ જૈન તીર્થકરોના પૂર્વભવો સાથેનાં ચરિત તેમજ બીજા પણ ચરિત સંકલિત છે.
મહેંદ્રપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૦૭)–એ વડગામના શ્રેષ્ઠી આસુના પુત્ર અને અંચલગચ્છીય સિંહતિલકસૂરિના શિષ્ય હતા. એમણે ૪૫ કાત્મક જીરાવલા પાર્શ્વનાથસ્તોત્ર રહ્યું છે.
જિનપ્રભસૂરિ (ઈ.સ. ૧૩૦૯)–લઘુખરતરગચ્છના સંસ્થાપક જિનસિંહસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ મહાપ્રભાવક અને અનેક ગ્રંથેના કર્તા તરીકે પ્રસિદ્ધ છે.
દિલ્હીમાં મુહમ્મદશાહ તુગલકે સં. ૧૩૮૫ માં આ આચાર્યનો સમાગમ કર્યો હતો ને એમના કહેવાથી વેતાંબર જૈનદર્શનના બધા ઉપદ્રના નિવારણ માટે ફરમાન પત્ર લખી આપ્યું હતું. વળી શત્રુંજય ગિરનાર વગેરે તીર્થોના રક્ષણ માટે પણ ફરમાન પત્ર લખી આપ્યાં હતાં.
એમણે સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં અનેક ગ્રંથ રચ્યા છે૧૨