SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] સતનત કાલ [. વરસંગ કમેણ માંડણ જનાર્દન ભીમ-આ સાહિત્યકારો પૌરાણિક આખ્યાનના પ્રકારની રચનાઓ જરૂર આપે છે, પણ એ પ્રકારની દષ્ટિએ હજી ક્ષમતા આપી શકતા નથી; એ યશ ભાલણ લઈ જાય છે. આ કારણે તેમ નરસિંહમીરા-ભાલણની વિશાળ ભક્તિકવિતાને કારણે યુગ તરીકે “ભક્તિયુગ' ઊપસી આવે છે. “આખ્યાનયુગના અનુસંધાનમાં ફરી વ્યાપક રીતે બીજો ભક્તિયુગ વિકસતે જોવા મળ્યો હાઈ બંને ભક્તિયુગને અલગ બતાવવા પૂર્વને તે આદિભક્તિયુગ” અને પછી તે ‘ઉત્તર-ભક્તિયુગ” એવી સંજ્ઞાઓ ચરિતાર્થ બની રહે છે. સાહિત્ય આ સમયમાં ગુજરાતમાં બૌદ્ધો હતા નહિ. બ્રાહ્મણોએ ગ્રંથ રચ્યા હોય તે એનો મોટો ભાગ હાલ ઉપલબ્ધ નથી. પર પ્રાંતમાંથી આવેલા પં. ગંગાધરે ચાંપાનેરમાં રહી ગંગાદાસપ્રતાપવિલાસ” અને જૂનાગઢમાં રહીને મંડલીક મહાકાવ્ય'ની રચના કરી છે. એ જ રીતે કવિ ઉદયરાજ પણ અમદાવાદમાં આવીને “રાજવિનોદમહાકાવ્યની રચના કરે છે. થડાક ગુજર વિદ્વાનોના ગ્રંથ રચાયેલા મળે છે ખરા, પણ એ પ્રાચીન ગ્રંથોની કેટિના નથી. પાટણ પાલનપુર આશાવલ ભરૂચ ખંભાત ધોળકા વઢવાણ જૂનાગઢ એ જૈનનાં સંસ્કાર-કેંદ્ર હતાં. એ સ્થળમાં વિધાયક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ. ખાસ કરીને જૈન મુનિઓ દૂર દૂરના વિહાર સ્થગિત કરી પોતાના ઉપાશ્રામાં રહીને મંદિરે સાહિત્ય અને લેકેના નૈતિક ધરણની જાળવણી માટે સતત કાર્યશીલ બન્યા હોય એમ જણાય છે, પરિણામે પ્રમાણમાં વધુ મંદિર બંધાયાં અને ગ્રંથરચનાઓ થઈ. સાહિત્ય અને ભાષા પર જૂના પ્રકારોની સાથે જ નવા પ્રકાર ઘડાયા અને ખીલવા લાગ્યા. આ સમયમાં કાગળને વપરાશ શરૂ થયેલો હોવાથી પ્રાચીન ગ્રંથના તાડપત્રીય આદર્શોની સેંકડો નકલે તાડપત્રની સાથોસાથ કાગળ ઉપર પણ લખાવા લાગી. આ. જિનભદ્રસૂરિ, આ. જયાનંદસૂરિ, આ. દેવસુંદરસૂરિ, આ. સોમસુંદરસુરિ અને એમનાં શિષ્યરત્નએ જૈનભંડારોમાં ગ્રંથ ખીચોખીચ ભરવા માંડ્યા. જેનેનાં કેંદ્રસ્થળોમાં નવા ગ્રંથભંડાર સ્થપાયા. એકલા જિનભદ્રસૂરિએ છ સ્થળો -જેસલમેર વલેર દેવગિરિ અહિપુત્ર શ્રી પત્તન અને પિત્તન–માં જૈન જ્ઞાનભંડારની સ્થાપના કર્યાના ઉલ્લેખ મળે છે. બીજી તરફ સંઘના અગ્રણી શ્રેષ્ઠીઓએ રાજ્યાધિકારીઓ સાથે સંબંધ બાંધવાના પ્રયત્ન શરૂ કર્યા. પાલનપુરના શ્રેષ્ઠી દેસલના પુત્રો સહજસિંહ સહસા
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy