SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું]. ભાષા અને સાહિત્ય ૨િ૯૯ વિ.સં. ૧૩૫૮(ઈ. સ. ૧૩૦૧-૧૩૦૨)માં લખાયેલા સર્વતીર્થ નમકારમાં પ્રયોજેલા શબ્દોમાંથી અપભ્રંશ લાક્ષણિક કાર અને તત્સમ શબ્દોને અલગ કરીએ તે મધ્યકાલીન ગુજરાતીનું સ્વરૂપ પામી શકાય. વિ.સં. ૧૩૬૯(ઈ.સ. ૧૩૧૨–૧૩)માં લખાયેલી “અતિચાર'ની વિ.સં. ૧૩૪૦માં (ઈ.સ. ૧૨૮૩-૮૪) લખાયેલી જે એક નકલ મળે છે તે અપભ્રંશના લાક્ષણિક સકારને સાચવી રાખી તત્સમ સ્વરૂપે લખે છે, જેમકે વ્યંજનકૂકુ. અર્થફૂડ તદુભકૂડ. વિ. સં. ૧૪૧૦માં શાલિભદ્રસૂરિએ નાંદોદમાં રહીને રચેલી “પંચપાંડવચરિતરાસ” નામક કૃતિ દ્વારા કવિતા કાવ્યબંધ અને ભાષા એ ત્રણે દૃષ્ટિએ ઉત્તમ શૈલીનો પરિચય મળે છે. આ કાવ્યમાંથી આરંભની ગુજરાતીનું સ્વરૂપ સ્પષ્ટ જાણવા મળે છે, જેમકે–ની નઉ ઊધર્યા પુનિમ નીમી. વિ.સં૧૪૫૦ માં કુલમંડનસૂરિએ ચેલો “મુગ્ધાવધ ઔક્તિકમાંથી વ્યાકરણની દૃષ્ટિએ ગુજરાતીનું સ્વરૂપ' સ્પષ્ટ રીતે જાણવા મળે છે. આમાંથી અર્વાચીન ગુજરાતીના ઓ ને પૂર્વવતી સ + ૩ કે ૪ લેખનમાં વપરાય છે, જેમકે નીપાયુ(નીપાયો) છાયુ(છાયા) અલંકરીઉ(અલંક) ઠાકરનઉ (ઠાકોર) વગેરે પ્રયોગો દ્વારા લખાતી આરંભિક ગુજરાતીની સીમા નિશ્ચિત થાય છે. વિ.સં. ૧૮૬૨ (ઈ.સ. ૧૪૦૫–૧૪૦૬) સુધી વિદ્યમાન કવિ જયશેખરસૂરિ ૪૩૨ કડીઓનું ‘ત્રિભુવનદીપક પ્રબંધ' નામક રૂપક-કાવ્ય આપે છે અને કાવ્યબંધમાં અક્ષરમેળ છંદને પણ ઉપયોગ કરી પોતાની મૌલિક રીતિવાળી કવિતા કલાની પ્રતીતિ કરાવે છે. આ કાવ્ય ભાષા અને રીતિની દષ્ટિએ ઉત્તમ ગણાય છે. વિ.સં. ૧૪૭૮(ઈ.સ. ૧૪રર-૧૪૨૨) પહેલાં અંચલગચ્છીય જયશેખરસૂરિના વિદ્વાન શિષ્ય માણિકથસુંદરસૂરિ ગુજરાતીમાં ગદ્ય-કાદ બરીના નમૂનારૂપે પૃથ્વીચંદ્રચરિત' (અપનામ “વાગ્વિલાસ) કૃતિ ધરે છે, શબ્દ- અર્થના અલ કારોથી અલંકૃત રીતિકાવ્ય જેવી શૈલીમાં રચના કરે છે. આ કવિ ભૂગોળ સમાજશાસ્ત્ર, અને વિદ્યાઓ વગેરે વિષયના પિતાના જ્ઞાનનો ઉપયોગ કાવ્યમાં સાહજિક રીતે કરે છે. આમાં પણ “મુગ્ધાવબોધ-ઓક્તિક જેવું લિખિત સ્વરૂપ જાણવા મળે છે. આભની ગુજરાતીમાં ભાષાસ્વરૂપ ઉપર પ્રયોજાયેલ આરંભની 'ગુજરાતી' સંજ્ઞાથી ઉત્તર ગર્જર અપભ્રંશ સમજવાનો છે. બેશક, આ અપભ્રંશ માત્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનો જ નથી, એમાં આજના રાજસ્થાન ઉપરાંત માળવા અને નિમાડ(મધ્યપ્રદેશને એક વિભાગ)ને
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy