________________
પરિ]
ખંભાત-ગુજરાતનું મશહુર બંદર
૨૩
ને ઉદ્યોગ પણ સારો ખીલ્યો હતો. ખંભાતમાં કુશળ વણકરની ઘણી વસ્તી હતી. અહીં મીઠું પકવવાને ઉદ્યોગ પણ સારો હતો.૧૨ મુખ્ય નિકાસ
ખંભાતથી અકીકની કલાકૃતિઓ પરદેશમાં નિકાસ થતી, તે ત્યાં ખંભાતી પથ્થરની ચીજો” તરીકે ઓળખાતી. અનાજમાં ખંભાતથી ગુજરાતના ઘઉં મલબાર અરબસ્તાન અને આફ્રિકા જતા. એમાં માળવાના ઘઉને પણ સમાવેશ થત હતો. ચોખા સિંધ કાંકણુ મલબાર અરબસ્તાન અને આફ્રિકા જતા. બાજરી મલબાર અને આફ્રિકા જતી. દાળ અને તલ મલબાર જતાં. કપાસ મલબાર અને અરબસ્તાન જતું. સૂઠ અને મરી ઈરાન જતાં. ખંભાતનું અફીણ ઈરાન વગેરે બાજુ તેમજ મલબાર પેગુ અને મુલાકામાં જતું. ગુજરાતની ગળીની ખંભાતથી ઈરાની અખાત બાજુ ઘણી નિકાસ થતી. ખંભાતથી કંકણ અને મલબાર બાજુ ઘેડ નિકાસ થતા. આ ઘોડા કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત અરબસ્તાનના પણ હશે. ખંભાત આ કાલમાં ઘોડાના સોદાગરનું ખાસ મથક હતું એમ જણાય છે. ૧૩
કાપડને ખંભાતને મોટામાં મોટો વેપાર હતો. વર્થેમા નામે મુસાફર લખે છે કે દર વર્ષે સુતરાઉ તેમજ રેશમી કાપડ ભરેલાં ૪૦ થી ૫૦ મોટાં વહાણ દેશાવર જતાં. બારબોસા ઝીણું તેમજ જાડા-બંને જાતના કાપડની નિકાસને ઉલ્લેખ કરે છે. એમાં કામળા તથા શેતરંજીનો સમાવેશ થતો. સીઝર ફ્રેડરિક લખે છે કે છાપેલા સફેદ અને રંગીન કાપડની એટલી બધી જાતો બનતી કે ગણી શકાય નહિ. ફિરંગીઓ મરી વગેરે તેજાના લાવી બદલામાં ખંભાતથી કાપડ ભરી જતા. એ લેકે ખંભાતને “દુનિયાનું વસ્ત્ર” કહેતા, કેમકે ખંભાતથી એટલું બધું કાપડ દેશાવર જતું કે એનાથી એ વખતની આખી દુનિયાનાં માણસોને ઢાંકી શકાય.૧૪
કાપડ ઉપરાંત સૂતર રેશમ નકશીદાર-પેટીઓ મણકા લાખ અને હાથીદાંતની વસ્તુઓની પણ અહીંથી નિકાસ થતી. ગૂગળ વગેરે દૂર ચીન બાજુ જતો ને એ “ખંભાતના સુગંધી દ્રવ્ય” તરીકે ઓળખાતે ૧૫ ખંભાતમાં પોખરાજ ગોમેદ સુગંધી તેલ લાખ હરડે બહેડાં આંબળાં અને કાગળને ધંધે પણ સારે ચાલતો. ૧૬
માયા
જમીન માર્ગ ખંભાતમાં માળવાથી ઘઉં', દક્ષિણ ભારતથી હીરા અને સિંધ-કચ્છ બાજુથી ગૂગળ આવતો; લહેરથી રેશમ, કાબુલથી ઘોડા તથા આંબળાં તેમ બીજા મેવા આવતા.૧૭