________________
૨૦૪] સસ્તનત કાલ
[પ્ર. મકાનમાં રહેતા અને એમનાં મહાલય સાથે એક ખાનગી (અંગત) મસ્જિદ પણ જોડાયેલી રહેતી.પ• રીતરિવાજો
જેવી રીતે મુસિલમ કામમાં આર્થિક અને સામાજિક ભિન્નતા હતી તેવી રીતે એમના રીતરિવાજોમાં પણ ભિન્નતા હતી.
સૈયદ શેખ અને કુરેશી જેવી મુસ્લિમ , પાક પેગંબર સાહેબની સાથેના તેમના નિકટના સંબંધને કારણે, અન્ય મુસ્લિમ કેમે કરતાં વિશેષ આદરણીય ગણાતી. મુસલમાનોમાં સર્વમાન્ય રીતે સૈયદને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવતુ. કિફાયતનો સિદ્ધાંત સૌથી વિશેષ દૃઢતાથી તેઓ અપનાવતા અને તેથી તેઓ પિતાની દીકરીઓને પિતાના નિકટના સંબંધી સમૂહે બહારના કોઈને આપતાં અચકાતા.૫૧ સૈયદે અને શેખ શરૂઆતથી જ પિતપતાની કેમેમાં લગ્નવ્યવહાર કરે છે. તેઓ પોતાનાથી નીચી કમમાંથી કદાચ કન્યા કે, પરંતુ પોતાની કન્યા આપવામાં સુરત રહે છે. ગુજરાતમાં આ ભેદભાવ વધારે પડતે તરી આવતો તે એટલે સુધી કે એક જ મુખ્ય કેમની બનેલી પેટાકમમાં પણ પોતાની પેટાકેમ પૂરતો મર્યાદિત રહેતા.૫૩
ઇસ્લામી શરિયત પ્રમાણે વિધવા-પુનર્લગ્નની છૂટ હોવા છતાં ગુજરાતના સૈયદો પોતાની કોમની વિધવાને પુનર્લગ્નનો છૂટ ન આપતા.પ
સુન્ની વહોરાઓ પણ લગ્નની બાબતમાં બહુ સુરતતા રાખતા. તેઓ અતરસમૂહ લગ્ન કરવામાં માનતા નહિ. વહેરા કેમ આર્થિક રીતે સમૃદ્ધ કોમ હોવાથી તેઓ પિતાના જ સમૂહ સાથે બેટીવ્યવહાર રાખતા.
મોલે સલામ ગરાસિયા મૂળે રાજપૂત જમીનદાર હતા. તેઓએ ઇસ્લામને સ્વીકાર કર્યો, પરંતુ પિતાના હિંદુ પર પરાગત રિવાજ અને કેટલીક સાંસ્કારિક વિશેષતાઓ ચાલુ રાખી. તેઓ મૃતદેહને મુસ્લિમ રિવાજ પ્રમાણે દફનાવે છે, પરંતુ મોટા ભાગની હિંદુ રીતરસમો એમનામાં ચાલુ છે.૫૫
ગુજરાતની ઈમામશાહી કામોમાં પણ હિંદુઓને અનેક રીતરિવાજ ચાલુ હતા. ઈમામશાહ અને એમના વંશજોએ ધર્માતર કરાવેલ અનુયાયીઓને મુસ્લિમ કેમોના રિવાજ પ્રમાણે અનુસરવાની ફરજ પાડી ન હતી. પરિણામે જ્ઞાતિવાદની ભાવના અને હિંદુ રીતરિવાજ તથા એમની વાણી વર્તણૂક અને પોશાક સહિત તમામ બાબતોમાં તેઓ અન્ય મુસ્લિમ કોમોથી જુદા પડે છે. એમના લગ્નના રિવાજે