SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ.1 સતનની ટંકશાળી અને એમાં પઠાવેલા સિક્કા રિપ૧ ટંકશાળના છએક સિક્કા મત છે, જેમાં ત્રણ ચાંદીના અને બે તાંબાના મહમૂદશાહ ૧ લાના૫ અને એક તાંબાન મહમૂદશાહ ૩ જાનો છે. આમાંથી પૂર્વોક્ત ચાંદીના સિક્કાઓ પર ટકામણ-વર્ષ હિ. સ. ૯૦૦ છે. તાંબામાં માત્ર મહમૂદશાહ ૩ જાના સિક્કા પર હિ. સ. ૯૫૮ છે. આમ દીવની ટંકશાળ બહુધા મહમૂદશાહ ૧ લીના સમયમાં સક્રિય હતી, પણ એના માત્ર એક વર્ષના અને એ પણ અલ્પ સંખ્યામાં અહીંના સિક્કા ઉપલબ્ધ છે એ આશ્ચર્યજનક ગણાય. એ જ પ્રમાણે મુઝફરશાહ ૨ જા અને બહાદુરશાહના સમયમાં મલિક અયાઝ અને એના પુત્રો જેવા શક્તિશાળી અમીરો અને સરદારો જ્યાં નિયુક્ત હતા તે દીવનું રાજકીય તેમજ નૌકામથક હોવા ઉપરાંત વિદેશ સાથેના વ્યાપારના મથક તરીકેનું મહત્વ હતું એ જોતાં પણ આ સુલતાનેમાંથી એકેયને કઈ સિકો અહીંને ભો નથી, એ પણ આશ્ચર્યજનક છે. મહમૂદશાહ ૩ જાના પ્રાય સિક્કા પરથી એમ કહી શકાય કે એના સમયમાં થોડા સમય માટે ફરી એ ક્રિયાશીલ બની હતી. આનો અર્થ એ ઘટાવી શકાય કે સુલતાન બહાદુરશાહના મૃત્યુ પછી દીવ પોર્ટુગીઝના કપજામાં ગયું એ પછી મહમૂદશાહ ૩ જાએ એ પાછું મેળવવાના અથાક પ્રયાસ કર્યા હતા એ દરમ્યાન થોડા સમય માટે હિ.સ. ૯૫૮ માં કઈ સમયે એની ત્યાં સત્તા સ્થપાઈ હતી, અલબત્ત આ દીવટંકશાળનો સિક્કો સાચે જ એ જે હોય તે. આ સિક્કાઓ પર શહેરનું નામ વિત્ત-એ-વ અર્થાત “કોટબંધ નગર દીવ” અથવા “દીવપ્રદેશ' અંકિત છે. ક, બુરહાનપુર | મુઝફરશાહ રજાના હિ.સ. ૯૨૧-૨૩ અને ૯૨૬માં ટંકાયેલા અમુક ચાંદીના તેમજ હિ.સ. ૯૨૦–૨૩માં ઢંકાયેલા અમુક તાંબાના સિકકાઓ પર બુરહાનપુર' નામ મળે છે.૭૮ આ બુરહાનપુર એ મધ્યપ્રદેશના પૂર્વનિમાડ જિલ્લામાં આવેલ એક વખતની ખાનદેશના ફારૂકી રાજાઓની રાજધાની બુરહાનપુર છે. આ ટંકશાળના હિ.સ. ૯૨૦ અને હિ.સ. ૯૨૬ વચ્ચે બહાર પડેલા માત્ર મુઝફરશાહ ૨ જાના જ ચારેક ચાંદી અને પાંચેક તાંબાના સિક્કાઓ• સિવાય બીજો એક પણ સિક્કો પ્રાપ્ત થયો નથી એ જોતાં અહીં માત્ર મર્યાદિત સમય માટે ગુજરાતને સુલતાનના સિક્કા ટંકાયા હતા એમ માનવું પડે. ૭. દોલતાબાદ મહમૂદશાહ ૩ જાના મળી આવેલા બે સિક્કાઓ૮૧ પરથી સલ્તનતની એક નવી ટંકશાળ દે લતાબાદ-વડોદરા ખાતે હતી એ સિદ્ધ થાય છે. આમાંના
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy