SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮] સલ્તનત કાલ [ત્ર. ૯ સુ* રાજ્યના અમરત્વની પ્રાર્થના'વાળું સૂત્ર પણ લખાણમાં સામેલ છે. આવા ૨૧૫ થી ૨૨૦ ગ્રે. અને ૧૪૩ થી ૧૪૬ ગ્રેના સિક્કા સુલતાનના રાજ્યકાલનાં પાછલાં વર્ષોમાં ટંકાયા હતા. તાંબાની ચેથી ભાતમાં આગલી બાજુનું લખાણ ચાંદીની છઠ્ઠી ભાત જેવુ’ વ-સંખ્યા અને સુલતાનનાં લકખ અને કુન્યાવાળું છે અને પાછલી બાજુ ‘ સુલતાન' બિરુદ સાથે માત્ર એનું નામ છે. આ ભાતના નોંધાયેલા સિક્કા સુલતાનના રાજ્યકાલના આરંભનાં વર્ષામાં બહાર પડયા હતા અને વજનમાં ૧૬૪ ગ્રે. અને ૬૭ થી ૮૬ ગ્રે.ના છે. તાંબાના સિક્કાની પાંચમી અને છેલ્લી મુખ્ય ભતિમાં આગલી બાજુ પર ઈશ્વરના ટેકા ધરાવનાર' સૂત્ર અને સુલતાનના લકબ છે ને પાછલી બાજુ પર વર્ષી-સંખ્યા અને ‘સુલતાન' બિરુદ સાથે એનું અને એના પિતાનું નામ, આકર્ષીક લખાવટમાં જુદાં ભૌમિતિક ક્ષેત્રામાં અ'કિત છે. આવા નમૂના ચાર વજ્રનેામાં એટલે ૨૧૭ થી ૨૨૦ ગ્રે., ૧૭૨ ગ્રે., ૧૨૮ ગ્રે. અને ૮૪ ગ્રે.માં નોંધાયા છે; એમાંના માત્ર એ પર ટંકામણુ-વ` હિ. સ. ૯૧૮ અને ૯૨૪ જોવા મળે છે. સુલતાન મુઝřરશાહ ૨ જા પછી તખ્તનશીન થયેલા એના પુત્ર સિક દરશાહે માંડ દોઢ મહિને રાજ્ય કર્યું હતું. એના ચાંદીતા કેવળ ત્રણ સિક્કા ઉપલબ્ધ છે. ૨૭ આ સિક્કા પરથી નિશ્ચિત રૂપે જાણવા મળે છે કે સિકંદરશાહને લકમ ‘નાસિરુદુન્યાવદ્દીન’ અને કન્યા ‘એમૂક્' હતાં. વજનની દૃષ્ટિએ પણ એના સિક્કા ચલણના નાણા-એકમ અને મૂલ્યનિયતિમાં મદદરૂપ થઈ પડે એવી અગત્યની માહિતી પૂરી પાડે છે. આમાં નાના એ નમૂના ૨૦૭, ૮૬૯ ગ્રે. અને ૨૦૯૫ ગ્રેના છે તથા એનાથી અડધા વજનના સિક્કો ૧૦૩૩૯ ગ્રે.તેા છે, એટલે ચાંદીમાં ૮૦ રતીના અથવા ૧૪૪ ગ્રે.ના તાલાને એકમ હતા એવા આ સિક્કા મળ્યા તે પહેલાં બંધાયેલા અભિપ્રાય ફેરવવા પડે એમ છે. ઉપર પ્રારતાવિક નોંધમાં જણાવ્યુ છે તેમ ચાંદીમાં પણ તાંબાના જેવા નાણાં-એકમ હાય એમ લાગે છે, ત્રણે ઉપલબ્ધ સિક્કા એક જ ભાતના છે તેમજ લખાવટ ગાઠવણ અને બનાવટમાં આકર્ષીક છે અને એના પિતામહ અને પ્રપિતામહના સિક્કાની અમુક ભાતને મળતા છે. આમાંથી ભારે વજના ખતે સિક્કાઓની પાછલી બાજુ પર ‘મુઝફ્Ěરશાહ'ના ‘ક્રૂ' વહુ ઉપર ફૂલ કે ઊડતાં પક્ષી જેવું કાકપદ કે `સપદને મળતું ટંકશાળનું ચિહ્ન મળે છે, જે એના પુરાગામીતા કાઈ પ્રકાશિત નમૂના પર જોવા
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy