SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યતંત્ર રિ૧૧ અને સરહંગ.૧૨ મુશરિક તહસીલદારનો સહાયક હતો. એ પાકનું નિરીક્ષણ કરતો અને ખેડૂતે સરકારને આપવાને હિસ્સો નિષ્પક્ષપાતપણે નક્કી ઠરાવો. “મુહસિલ” ખેડૂતો પાસેથી પાક કે રોકડથી મહેસૂલ વસૂલ કરતે. “ગુમાસ્તો” આડતિયો હતો અને “સરહંગ ચપરાસીની પેઠે અમલદારના હુકમો “મુકદ્દમને પહોંચાડતો. ખાલસા પ્રદેશમાં મહેસૂલી અને નાણાખાતા ઉપર કાબૂ રહે એ માટે સુલતાન અહમદશાહે આ ખાલસા પ્રદેશોની સરકારોના તહસીલદાર' અને “મુશરિફની નિમણૂકમાં એવો સુધારો કર્યો કે “તહસીલદાર' શાહી બેદાઓ (એટલે કે આશ્રિત)માંથી હોય અને મુશરિફ કોઈ ઊંચા ખાનદાનમાંથી હોય એવી વ્યવસ્થા રાખવી, કારણ કે બેઉ એક જ વર્ગના હોય તો એકબીજા સાથે મળી જાય, ખટપટ કરે અને અપ્રામાણિક અને ભ્રષ્ટાચારી બને. “પરગનાના આલિમની નિમણુક બાબતમાં પણ એ જ નિયમ લાગુ પાડવાનું ઠરાવ્યું હતું. આ નિયમ સુલતાન મુઝફફરશાહ ૨ જા (હલીમ) (ઈ.સ. ૧૫૧૧-૧૫ર ૫)ના સમય સુધી વ્યહવારમાં રહ્યો. એ પછી વહીવટમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થઈ અને હિસાબ તપાસવાની હિતકારક પ્રવૃત્તિ તૂટી પડી, ગુજરાતમાં અંધાધૂંધી ફેલાઈ અને બંડ અને બખેડા થયા. સુલતાન અહમદશાહે વાંટાના ૧૪ જમીનની એક વિશિષ્ટતા દાખલ કરી હતી. એ બાબતમાં એવું બન્યું હતું કે એણે જમીન પિતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું ત્યારે જે રાજપૂતો અને કોળીઓ એ વંશપરંપરાગત ધરાવતા હતા તેમણે બંડ કર્યો અને તેઓ તોફાને ચડયા. એમણે ખાલસા ગામને કનડવાનું શરૂ કર્યું, આથી ખેતીવાડીને નુકસાન થવા માંડયું અને ત્યાં વસતા લોકોની પરેશાની વધી ગઈ. એ સંકટને અંત લાવવા અને જમીનદારો સામા થાય નહિ એમ કરવા એમના જામીન લીધા અને એવું ઠરાવ્યું કે એમની જમીનને એમણે ચોથો ભાગ એમની પાસે ખેતી માટે રહેવા દે અને એમણે બદલામાં એ સ્થળનું રક્ષણ કરવું, ચોકિયાત પૂરા પાડવા અને સુલતાનને જરૂર પડે ત્યારે સેવા આપવા તૈયાર રહેવું. એ એમને આપેલે ભાગ વાંટે” કહેવાયો અને બાકીના ત્રણ ભાગ નક્કી થયા તે “તળપદ' કહેવાયા. ૧૫ તદુપરાંત સ્થાનિક પરિસ્થિતિ મુજબ એમની જમીનની વીઘા દીઠ અમુક રકમ સલામી તરીકે આપવાની પણ કોળી અને રાજપૂત ઠાકરેએ કબૂલાત આપી. આ ઠરાવને પરિણામે કેળાઓ અને રાજપૂતો લડાઈઓ કરવાનું છોડી ઠરીઠામ થયા અને સુલતાનને વફાદાર રહેવા લાગ્યા. જમીનદારીના બદલામાં નોકરીના ધારામાંથી તેઓ છૂટા થયા ત્યારે પણ પેશકશ તરીકેની સલામીની રકમ ભરવાની પ્રથા ચાલુ રહી. હિંદુ જમીન
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy