SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સતનત કાલ પ્રિ. સંઘસુત રાણશ્રી ભાણ સૂચિત થયેલ છે કે જેને તુ નમાવી શક્યા નહોતા ૭૭ પ્રાપ્ય વંશાવલી આવી છે: ૧૬૧ જસધવલજી ૧૩૬૦ ૧૬૨ રાણોજી (૩) ૧૩૯૨ ૧૬૩ સંધ (૩) ૧૪૨૦ 8 (3) ૧૪૨૦ ૧૬૪ ભાણજી (૫) ૧૪૬૧ પરંતુ ઈ.સ. ૧૭૮૪ માં “ભાણ” હયાત હોય તો એને પિતા “સંઘ” એનાથી પણ પહેલાં હોય એટલે આ વર્ષોમાં ૭૭ વર્ષોને તફાવત ઊભો થાય છે, એટલે હકીકતે નીચે પ્રમાણે વંશાવલી હોવી જોઈએ? ૧૬૧ જસધવલજી ૧૩૬૦ ૧૬ર સંઘજી (૩) ૧૩૬૦ ૧૬૩ ભાણજી (૫) ૧૭૮૪ માં હયાત ૧૬૪ રાણોજી (૩) ૧૩૯૨ અગાઉ જોયું તેમ જૂનાગઢના રામોકલસિંહ ઝફરખાનના કહેણથી ધૂમલી ઉપર હલો કર્યો હતો અને ભાણુને પરાભવ આપ્યો હતો.૭૮ ધૂમલીને ખરેખરો વિનાશ તો ઈ.સ. ૧૩૯૬ આસપાસ ગુજરાતના સૂબા ઝફરખાને ઘુમલી પર મુસ્લિમ સત્તા પ્રવર્તાવી ત્યારે થયો. આ રાણા રાણોજી ૩ જાના સમયમાં બન્યું. આ રાણોજી ધૂમલીમાંથી ખસી ગયો અને થોડા અંતર ઉપર બરડાની પશ્ચિમ તળેટીમાં આવેલા સ્થાને બરાણપુર વસાવી, ત્યાં રાજધાની કરી રાજ્ય કરવા લાગે. એણે ખરેખર કયાં સુધી રાજ્ય કર્યું અને પછી એના તરતના અનુગામી તરીકે કોણ આવ્યું એ વિશે નો પ્રકાશ સાંપડયો છે. ઘૂમલીની બરડાઈ બ્રાહ્મણોની ધર્મશાળાના કૂવામાંથી એક શિલાલેખ સં. ૧૪૬[૧]ની માઘ વદિ પાંચમ અને શુક(તા. ૧–૧–૧૪૪)ને મળી આવ્યો છે તેમાં “રાનશ્રી રામવિજયરાજે યુગે ” શબ્દ મળી આવતા હાઈ ઈસ. ૧૪૦૪ માં, અત્યાર સુધી ન જાણવામાં આવેલ, રાણે રામદેવ (હકીકત ૨ )૭૯ રાણોજી ૩ જા પછી સત્તા ઉપર આવ્યો કહી શકાય છે. નીચે સ્પષ્ટ થશે તેમ એના પછી સંઘજી (ઈ.સ. ૧૪૨૯) અને પછી એને પુત્ર ભાણ આવે છે. ઈ.સ. ૧૪૦૪ની પહેલાં કે સંધિએ આવેલા રામદેવ ૨ જા સાથે સંઘજી અને ભાણજી ૬ ઠ્ઠાને મળી રાજ્યકાલ ઓછામાં ઓછા ૬૦ વર્ષોને કહી શકાય. માંગરોળ–સીલ પાસેના આજક(તા. માંગરોળ, જિ. જૂનાગઢની સીતાભાઈની જગ્યાની ધર્મશાળાના પગથિયામાં જડેલો સં. ૧૫૧૯(ઈ.સ. ૧૪૬૩)ને એક પાળિયો જોવામાં આવ્યો છે, જેમાં રાણું ભાણે એના બાલપુત્ર ખીમકરણને ત્યાંના ભગવાન નારાયણને પગે લગાડવાનું લખ્યું છે એટલે ૧૬૪ મા રાણ રાણોજી ૩ જા (ઈ.સ. ૧૩૯૨) અને ૧૬૫ માં રાણું રાણાજી ૪ થા (ઈ સ.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy