SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ગુજરાતમાં કિરગીઓને પગપેસારો ૪િ૯ હતી. ફિરંગી ગર્વનર ફ્રાન્સિસ્કો બેરેટ(૧૫૫૫–૧૫૫૮)એ ૧ અરબી ઘેડ અને ૨૪ સસલાંની ભેટ સાથે પિતાના પ્રતિનિધિને સુલતાનના દરબારમાં મોકલ્યા અને દમણું બંદર ફિરંગી સત્તાને આપવા વિનંતી કરી. બંને પક્ષોએ થે બુકસમય સુધી અરસપરસ પ્રતિનિધિઓ મેકલી વાટાઘાટો ચલાવી. છેવટે એવું નક્કી થયું કે દમણ શહેર પર કબજો જમાવી બેઠેલે સીદી અમીર, જે ગુજરાતની મધ્યસ્થ સરકારનો અનાદર કરે છે, તેને ફિરંગીઓ હાંકી કાઢે તો દમણ ગામ અને કિલ્લે સુલતાન ફિરંગીઓને આપે. ૨૧ “ગુજરાતના અરબી ઇતિહાસ પ્રમાણે ગુજરાતમાં ઇમાદુલ મુલક અર્સલન જે ઈતિમાદખાન અમીરનો પ્રતિસ્પધીં હતો, તેણે ઈતિમાદખાનને વંસ કરવા માટે ૫૦૦ “ ફ્રાનિકશ” લશ્કરી ટુકડીની સેવાના બદલામાં દમણને કિલ્લે જે કુલ મુલક મફતાહ નામના અમીરના કબજામાં હતો તે આપવા માટે કરાર કર્યા, પણ મફતાહ ઇમાદુલમુકના હુકમથી પણ કિલો ખાલી કરવા માગતો ન હતો અને સામનો કરવાની તૈયારી કરી બેઠો હતો. એવામાં પોર્ટુગીઝના વાઈસૉય તરીકે ડેમ કેનિટને ડી બૅગા-ઝ (૧૫૫૮–૧૫૬૧) આવ્યો. એણે દમણ લેવાનો નિશ્ચય કર્યો અને પૂરતી તૈયારી સાથે એ દમણ ગયો. જમીન અને દરિયાઈ માર્ગોને ફિરંગીઓએ અવરોધેલા જોઈ દમણના કિલ્લામાંના હબસીઓએ લડાઈ કર્યા વગર ૨૩ દમણની દક્ષિણે વલસાડ નજીક પારનેરાના ડુંગરમાં જઈ એક દુર્ગમાં આશરો લીધો. આમ એક પણ સૈનિક ગુમાવ્યા વગર ફિરંગીઓએ દમણને કબજે લીધે. (ફેબ્રુઆરી ૨, ૧૫૫૯) અને એને “Our Lady of the Purification” નામ આપ્યું, જેનો ઉલ્લેખ એમણે એમના રાજા પરના પત્રોમાં કર્યો છે. પારનેરામાં ભરાઈ બેઠેલા સીદીઓ દમણના વેપારીઓ તથા ફિરંગીઓને કનડગત કરતા, તેથી બ્રગાન્ઝાએ ત્યાંથી એમને નસાડી મૂક્યા અને શાંતિ સ્થાપી. એ પછી દમણમાં ને કિલ્લે, દેવળ અને કેટલાંક મકાન બાંધવામાં આવ્યાં, ને ત્યાં વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી. બૅગા-ઝાએ એક વાર વલસાડ જીતી લીધું, પણ એ સીદી સરદાર મફતાહ સામે ટક્કર ઝીલી શકો નહિ તેથી એ છેડી દેવું પડ્યું. ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી પડી હતી, મોટા અમીરોમાં ખટરાગ પણ ચાલતા હતા, તેથી એને લાભ લઈ સુરત અને ભરૂચના અમીરો વચ્ચે વૈમનસ્ય જગાડી ફિરંગીઓએ સુરત કબજે કરવા ખૂબ પ્રયાસ કર્યો, પણ એમાં એમને છેવટે નિષ્ફળતા મળી.૨૪ ૧૫૭૨-૭૩માં મુઘલ સમ્રાટ અકબરે ગુજરાત જીતી લીધું. અકબરે સુરતને ઘેરે ઘા (11 જાન્યુઆરી ૧૫૭૩ થી
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy