SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ગુજરાતમાં ફિરંગીઓને પગ પેસારે [૧૩૯ આબુકર્ક આ પત્રને ઉત્તર પાઠવતાં જણાવ્યું કે પોતે ગાવા જીતવાની તૈયારીમાં હોવાથી એ જીત્યા પછી મિત્રતાના કરાર માટેની શરતો જણાવશે. એ પછી એણે બિજાપુરના સુલતાન પાસેથી ગાવા જીતી લીધું (નવેમ્બર, ૧૫૧૦). ગોવાના પતનથી એ સમયન હિંદનાં રાજ્યોમાં રિગીઓનાં માન અને પ્રતિષ્ઠા વધ્યાં. મહમૂદ બેગડાને પણ હવે ઈજિપ્ત સાથેના સંબંધોથી કંઈ ફાયદો થશે નહિ એમ ખાતરી થઈ ગઈ હતી. એણે ફિરંગી કેદીઓને છેડી મૂક્યા. ઈજિપ્તના સુલતાને પણ ગોવાના પતનના સમાચાર જાણી સુએઝમાં બંધાતાં વહાણોનું બાંધકામ બંધ કરી દેવાનો હુકમ કર્યો. આમ હિંદી મહાસાગરમાં ફિરંગીઓને મુકાબલે કરવા સજાવેલ મુસ્લિમ રાજ્યોને સંધ થડા સમય માટે અસરકારક રીતે તૂટી પડયો. આ સમયે પોર્ટુગલે પૂર્વના દેશોમાં પોતાની સત્તા કેવી રીતે સ્થાપીને દઢ બનાવવી એની સ્પષ્ટ નીતિ નક્કી કરી લીધી હતી. એ અનુસાર એડનહોરમઝને ગોવા સુધી સાંકળનાર મહત્વના મધ્યવર્તી કેન્દ્ર તરીકે દીવનું સ્થાન અનિવાર્યપણે ઉપયોગી જણાયું, આથી દીવને કબજે કરી ત્યાં ફિરંગી સત્તાની જમાવટ કર્યા વગર અને એમ કરવા ગુજરાતના સુલતાન સાથે સમજૂતી કર્યા વગર તથા સારા સંબંધો રાખ્યા વગર ચાલે એમ ન હતું. મહમૂદ બેગડાના અવસાન પછી સુલતાન તરીકે મુઝકૂફર ૨ જે (૧૫૧૧૧૫ર ૬) ગાદીએ આવ્યું. એના સમયમાં ફિરંગી રાજદૂતોની સુલતાનના દરબારમાં અને સુલતાનના પ્રતિનિધિઓની ફિરંગી ગવર્નર પાસે અવરજવર વધવા પામી અને રાજકીય સંબંધ વિકસતા ગયા. આબુક ૧૫૧રમાં ગાવામાં પોતાની સત્તા દત કર્યા પછી પોર્ટુગલના રાજાની ઈચ્છા પ્રમાણે ગુજરાતી બંદરો માટે સુલતાનના દરબારમાં ટ્રસ્ટીઓ ડેગાને પિતાના પ્રતિનિધિ તરીકે વાટાઘાટો કરવા ભેગાદો સાથે મોકલે (ડિસેમ્બર ૧૫૧૨). આબુકર્ક દીવમાં કિલ્લે બાંધવા દેવા માટે પરવાનગી આપવા મુખ્ય માગણી કરી હતી. ગુજરાતને બધે દરિયાઈ વેપાર ફિરંગીઓ દ્વારા ગોવા મારફતે કરવાની તથા તુર્કો કે ઇજિપ્તના લેકેને વેપાર માટે ગુજરાતમાં આવવા ન દેવાની મહત્વની શરતો મૂકી હતી. ટ્રીસ્ટાઓ ડેગાએ એની સુલતાન સાથેની મુલાકાતનો અહેવાલ આબુકર્કને રૂબરૂમાં ચેવલ બંદર ખાતે આયો, જ્યાં આબુકર્ક એડનથી ગાવા પાછા ફરતાં રોકાયો હતો. એ ચેવલ આવતાં અગાઉ દીવ પહોંચ્યો હતો ને ત્યાં મલિક અયાઝને મળ્યો હતો. (સપ્ટેમ્બર, ૧૫૧૩). મલિક અયાઝે આબુકર્કનું વિવેકપૂર્વક સ્વાગત કર્યું
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy