SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ગુજરાતમાં ફિરંગીઓનો પગપેસારો પંદરમી સદીની છેલ્લી પચીસી પહેલાં હિંદી મહાસાગર થોડાક દરિયાઈ સાહસિકોના ખેડાણ સિવાય પશ્ચિમનાં રાષ્ટ્ર માટે બંધ દરિયા જેવો હતો. યુરોપ અને પૂર્વના દેશો વચ્ચે જમીન માર્ગે થતા વેપારમાં અરબના અવરોધોથી યુરોપની વેપારી પ્રજાને દક્ષિણ આફ્રિકાના કાંઠે કેપ ઓફ ગુડ હોપ દ્વારા દરિયાઈ માર્ગ શોધવાની જરૂરિયાત જણાઈ. એમાં પોર્ટુગલે અગ્રગણ્ય ભાગ ભજવ્યો. ફિરંગીસાહસિકે અને વેપારીઓએ ૧૪૯૮ માં વાસ્કો ડી ગામાના કાલિકટ બંદરે આવ્યા પછીનાં સત્તર વર્ષોમાં એટલે કે ૧૫૧૫માં મહાન ફિરંગી ગવર્નર આબુકર્કના થયેલા અવસાન સુધીના સમયમાં ઈરાની, અખાતમાં આવેલા નિર્જન ખડકાળ ટાપુ હારમઝથી માંડી અગ્નિ એશિયામાં આવેલા ગરમ મસાલાના ઉત્પાદક ટાપુઓમાં મલાક્કા સુધી ફિરંગી વેપાર વિસ્તાર્યો અને પિતાની વગ અસરકારક રીતે જમાવી દીધી. ૧૪૯૮ બાદ ફિરંગીઓની સત્તા અરબી સમુદ્રમાં વધતી હોવાથી ઇજિપના વેપારને ભારે નુકસાન થવા લાગ્યું તેથી તેના સુલતાનને ગુજરાત સાથે સહયોગ કરીને ફિરંગીઓને હાંકી કાઢવા પ્રયાસો કર્યો વાસ્કો ડી ગામા પછીના ફિરંગી સત્તાધીશોમાં પહેલાં ફિરંગી વાઈસરોય તરીકે આવેલા ડોમ ફ્રેસિસ્કો દ અમીડા(૧૫૦૫–૧૫૦૯)એ હિંદના પશ્ચિમ કાંઠા પર મહત્વનાં અને ન્યૂહાત્મક સ્થળોએ થાણ સ્થાપી, કિલા બાંધવાની નીતિ અપનાવી અને એ માટે જોરદાર પ્રયાસ કર્યો. આ સમયમાં ગુજરાતનું દીવ બંદર આંતરરાષ્ટ્રિય દરિયાઈ વેપાર માટે ઉચ્ચ કોટિનું ગણાતું. ત્યાંના હાકેમ તરીકે મલિક અયાઝ હતો, જે ફિરંગીઓને કદર વિરોધી હતો. ફિરંગીઓની હિંદના કાંઠા પર વધતી જતી પ્રવૃત્તિને દાબી દેવાના પ્રયાસ રૂપે થયેલી ચેવલ બંદર ખાતેની પ્રથમ લડાઈમાં ગુજરાત અને ઈજિપ્તના નૌકાકાફલાએ વિજય પ્રાપ્ત કર્યો (૧૫૦૮. ઈજિપ્તના છેલ્લા મલૂક સુલતાન કનસહઅલ-ઘેવરીએ હિંદના કાંઠે ફિરંગીઓ સામે લડવા માટે અમીર હુસેનની
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy