________________
પરરી.
સસ્તનત કાલ ખરા. એને મોજશેખમાં રાચનારાઓને સંગ ગમતે તેથી એ અસ્થિર અને અવિવેકી બ હતો. એણે મુઘલ શહેનશાહ હુમાયૂ સાથે વગર વિચાર્યો ઝગડે વહેરી લીધો અને ફિરંગીઓની સામે એણે જે ઢીલી અને નિર્બળ નીતિ અપનાવી તેને લીધે ગુજરાતની સલતનતના પતન માટે એ કારણભૂત બન્યો.
સુલતાન મુહમ્મદશાહ ૩ જે (ઈ.સ. ૧૫૩૭)
સુલતાન બહાદુરશાહ અપુત્ર મરણ પામ્યા, તેથી એના ઉત્તરાધિકારીની બાબતમાં ખટપટ શરૂ થઈ તેમાં શહેનશાહ હુમાયૂના બનેવી મુહમ્મદ ઝમાન મીરઝાએ મુખ્ય ભાગ ભજવ્યો.૪• બહાદુરશાહની માતાએ પિતાને દત્તક લીધે છે એવો દાવો એણે આગળ કર્યો, પરંતુ અમીરોએ સુલતાન બહાદુરશાહના વફાદાર ભાણેજ અને ખાનદેશના સુલતા! મીરાં મુહમ્મદશાહને બોલાવી તખ્તનીત કરવાનું યોગ્ય માન્યું. બહાદુરશાહે પણ એને પિતાને ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. અમીરે અને વછરોએ એને સુલતાન તરીકે જાહેર કર્યો અને એના નામનો ખુતબ વાંઓ તેમજ એના નામના સિક્કા પડાવ્યા. એ ગુજરાતમાં તખ્તનશીન થવા માટે બુરહાનપુરથી રવાના થયો, પણ માર્ગમાં એનું ૪ થી મે, ૧૯૩૯ ના રોજ અવસાન થયું. સુલતાન સાઅદુદ્દીન મહમૂદશાહ કે જો (ઈ.સ. ૧૫૩૭–૧૫૫૪)
સુલતાન મુહમ્મદશાહના અવસાનના સમાચાર મળતાં તમામ અમીરેએ એકમત થઈને સુલતાન બહાદુરશાહના ભાઈ લતીફખાનના ૧૧ વરસના પુત્ર મહમદખાનને સુલતાન તરીકે જાહેર કર્યો.
બન્યું હતું એવું કે સુલતાન બહાદુરશાહે તમામ શાહજાદાઓને મારી નખાવ્યા હતા, પરંતુ આ મહમૂદખાન નાની વયને હતો તેથી બચી જવા પામ્યો હતા. ખાનદેશના સુલતાન મુહમ્મદશાહ ૩ જાના જાપતા નીચે કિલામાં રાજકેદી તરીકે એને ઉછેર થતો હતો.
સુલતાન મુહમ્મદશાહના ત્યાંના ઉત્તરાધિકારી મુબારક ૨ જાએ એને સેંપવાની આનાકાની કરી તેથી અમીર ઈખ્તિયારખાને એક લશ્કર લઈ ખાનદેશ ઉપર આક્રમણ કર્યું અને એને અમદાવાદ લઈ આવ્યો. ઈ.સ. ૧૫૩૭ના ઑગસ્ટની તા. ૮મીએ એને “સઅદુદ્દીન મહમૂદશાહ ૩ જાને ખિતાબથી તખ્તનશીન કરવામાં આવ્યા.૬૩