________________
૧) મુઝફરશાહ ૨ જાથી મુઝફરશાહ ૩ ને [૧૧૯
આ વખતે મુસ્તફા રૂમીખાનની સમજાવટથી હુમાયૂ દીવ તરફ કૂચ કરવાનું મુલતવી રાખી, ખંભાતની કુચ કરી ચાંપાનેર પહોંચ્યો. એ સમયે ત્યાં સુલતાન બહાદુરશાહ તરફથી ઈખ્તિયારખાન કિલ્લાનું રક્ષણ કરી રહ્યો હતો. હુમાયૂએ કિલ્લાને ઘેરો ઘાલો અને ઈ.સ. ૧૫૭૫ના ઓગસ્ટની તા. ૯ મીએ કિલ્લામાં પ્રવેશ કર્યો. ઈખ્તિયારખાન શહેનશાહને શરણે ગયો.
ચાંપાનેરની છતથી હુમાયૂને સુલતાનેએ ભેગો કરેલે ખજાને અને એનું મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયાં. એ પછી ગુજરાતમાંના એના તરફદાર લેકેની વિન તીથી સુલતાન બહાદુરશાહે ઇમાદુમુલક મલેકજીને મહેસૂલ વસૂલ કરવા મોકલ્યો. હુમાયૂને આ ખબર મળી ત્યારે ચાંપાનેરને કિલે તરદી બેગને સોંપી પિતે લશ્કર લઈ અમદાવાદ તરફ ઊપડ્યો. એનું લશ્કર આવતું જાણીને ઈમાદલ્મુક એની સામે ગયે. નડિયાદ અને મહમૂદાબાદ (મહેમદાવાદ) વચ્ચે બંનેનાં લશ્કરનો ભેટો થયો અને લડાઈ થઈ તેમાં ઇમાદુલમુક હાર્યો. એ પછી હુમાયું અમદાવાદ પહોંચ્યો અને એણે ત્યાંના સ્થળની મુલાકાત લીધી.
અમદાવાદમાં વહીવટની એણે વ્યવસ્થા કરી. એણે પિતાના ભાઈ મીરઝા અકરીને અમદાવાદમાં, કાસિમ બેગને ભરૂચની સરકારમાં, નાસિર મીરઝાને પાટણની સરકારમાં અને તરદી બેગને ચાંપાનેરમાં વહીવટ માટે નિયુક્ત કર્યા તથા ખંભાત મહમૂદાબાદ વડોદરા સુરત અને અન્ય સ્થળમાં યોગ્ય અમલદારોની નિમણૂક કરી. એ પછી હુમાયૂ સુલતાન બહાદુરશાહનો પીછો કરવા દીવ જવા નીકળ્યો, પરંતુ એ ધંધુકા પહોંચ્યો ત્યારે બહાદુરશાહના સદ્ભાગ્યે (ઈ.સ. ૧૫૩૬માં) બંગાળામાં અફધાન સરદાર શેરખાન સૂરે બળવો કર્યો, આથી ગુજરાત ઉપર પોતાની સત્તા સ્થાપવાની વ્યવસ્થા કર્યા વિના હુમાયૂને તાત્કાલિક પાયતખ્ત આગ્રામાં પહોંચવા માળવાને રસ્તે ચાલ્યા જવું પડ્યું.
સુલતાન બહાદુરશાહને દીવ તરફ જમીન-માર્ગે આક્રમણ આવશે એવો ફફડાટ રહેતો હતો, તેથી એણે ભારતમાંના પેટુગીઝ ગવર્નર અને દ કુન્ડાને સહાય માટે વિનંતી–પત્ર રેવા મેકલ્યો. ગવર્નરે દીવમાં સુલતાનની મુલાકાત લીધી અને ઈ.સ. ૧૫૩૫ ના ઓકટોબરની તા. ૨૫ મીએ સુલતાન સાથે કરાર કર્યા. દીવમાં કાઠી બાંધવાની પરવાનગી એ મુજબ ફિરંગીઓને મળી, પરંતુ બંદરની જકાત ઉપર હક બહાદુરશાહનો રહ્યો. અગાઉ વસઈનું બંદર એમને આપવાનું નક્કી થયેલું તે કાયમ રાખવામાં આવ્યું. આના બદલામાં ફિરંગીઓએ ગુજરાતના સુલતાનને જમીન તથા સમુદ્રમાર્ગે આવતા દુશ્મને સામે મદદ કરવાનું નક્કી થયું.૩૭