________________
ઉઠે]
મુઝફરશાહ ૨જાથી મુઝફરશાહ ૩ ને
૧૦૯
કબજે લીધે અને એને લૂંટી ભસ્મીભૂત કર્યા. મલેક અયાઝે એ પછી એ સમયે મેવાડ તાબાના મંદસોર તરફ કૂચ કરી અને એને ઘેરે ઘાલ્યો. મેવાડને રાણે સંગ્રામસિંહ લશ્કર લઈ આવી પહોંચ્યા. માળવાને મહમૂદશાહ પણ લશ્કર લઈ મલેક અયાઝ સાથે જોડાયા હતા. ગઢ જિતાઈ જવાની તૈયારીમાં હતું, જેથી મહારાણા સંગ્રામસિંહની પ્રતિષ્ઠાને ભારે ફટકે પડી જાય એમ હતું, પરંતુ એમાં મક અયાઝને ઇર્ષાળુ સ્વભાવ આડે આવ્યા. | મુસ્લિમ તવારીખકાર મુજબ આ વખતે મલેક અયાઝને ડર લાગે કે પોતાના હાથ નીચેના નાયબ કિવામુલમુલ્કને ફતેહને યશ મળી જશે. એને યશ ન આપવાના ઉદ્દેશથી મહારાણા સંગ્રામસિંહે એની પાસે એલચીઓ મોકલ્યા હતા અને લાભ લઈ એમની સાથે એણે મસલત કરી અને મહારાણો ખંડણી ભરવાનું વચન આપે એ શરતે અન્ય સરદારની ઈચ્છા વિરુદ્ધ એણે સુલેહ કરી દીધી. સુલેહ મુજબ મહારાણાએ પિતાના એક રાજકુંવરને બાંયધરી તરીકે સુલતાન મુઝફરશાહના દરબારમાં રાખવા તથા સુલતાનની સેવામાં હાજર થવા તથા એની ફરમાન બરદારી ઉઠાવવા સંમતિ આપી. આ પ્રતિષ્ઠા આપે તેવા આશાસ્પદ આક્રમણ અંગેની બાજી બગડી ગયાના સમાચાર સુલતાન મુઝફફરને મળતાં એને ઘણી નિરાશા થઈ અને તેથી મલેક અયાઝને મુલાકાત આપી નહિ ને સીધે સોરઠ મોકલી આપ્યો. •
હિંદુ આધારે અનુસાર આ લડાઈમાં રાણું સંગ્રામસિંહ સામે મુસ્લિમ સેના ટકી શકી નહિ અને મુસ્લિમ સૈનિકે ભયના માર્યા ભાગી ગયા.
હકીકતે મુઝફરશાહને મેવાડમાં મહારાણા સંગ્રામસિંહ સામે કોઈ નક્કર સફળતા મળી હોવાનું જણાતું નથી. ૧૨ મુઝફરશાહનું મૃત્યુ
ઈ.સ. ૧૫ર ૫ માં ગુજરાતમાં ભીષણ દુષ્કાળ પડ્યો, એ પછી થોડા જ સમયમાં સુલતાન બીમાર પડ્યો ને એનું અવસાન ઈ.સ. ૧૫૨૬ ના એપ્રિલની ૭મીએ થયું. સુલતાનનું મૂલ્યાંકન
ગુજરાતના સુલતાનમાં સુલતાન મુઝફફરશાહ ૨ જાની ગણતરી ગુજરાતના મહાન સુલતાને માં થાય છે. એના જેવો અને જેટલે વિદ્વાન પવિત્ર અને સંયમી સુલતાન ભાગ્યેજ ગુજરાતના અન્ય કેઈસુલતાનને કહી શકાય. એની વિશિષ્ટતાઓમાં શુરવીરતા, સાદાઈ, સંયમ અને ઉદારતા હતાં. એ વિદ્વાન અને સૂફી લેકેને આશ્રય આપતો હતો. એણે મજહબ અને સાહિત્યનું શિક્ષણ નિષ્ણુત ઉસ્તાદ