________________
૫ મું]. અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧લે [૮૩
ઈ.સ. ૧૪૩૦માં બહમનીના વજીર મલેકુતતુજાર ખલફ હસન બસરી અને બહમની શાહજાદા અલાઉદ્દીન અહમદે સાથે મળીને ગુજરાતની દક્ષિણ સીમા પર આવેલ માહીમ અને એની આજુબાજુને પ્રદેશ જીતી લીધો. ગુજરાતના સુલતાનના હુકમથી શાહજાદા ઝફરખાને ખુશ્કી લશ્કર વડે અને એની સાથે જોડાયેલા દીવના કોટવાલ મુગ્લિસુમુકના નૌકાસૈન્યની મદદથી બહમની સુલતાનની સત્તા નીચેના ઉત્તર કંકણના મુખ્ય નગર થાણાને કિટલે સર કરી લીધો અને ત્યાંથી તેઓ માહીમના ટાપુ સુધી પહોંચી ગયા. દખણ સિપાહાલાર ઝનૂનથી લડ્યો, પરંતુ અંતે એને નાસી છૂટવાની ફરજ પડી. એ પછી ૬૦ હજારનું મોટું લશ્કર તથા ૬૦ હાથીઓ સાથે બહમની સુલતાન તરફથી આવેલી વધારાની મદદથી થાણાં પાછાં મેળવવા ખલીફ હસને ભારે પ્રયત્ન કર્યો, પરંતુ એનું લશ્કર હારી ગયું અને ગુજરાતી લશ્કર વિજયી થયું. શાહજાદે ઝફરખાન એ પછી માહીમમાં આવ્યો અને આખો મુલક કબજે કર્યો ૨૮
બહામની સુલતાનનું બાગલાણ ઉપર આક્રમણ
મજકૂર શિકસ્તના સમાચાર સાંભળી બહમની સુલતાને વેર લેવા ગુજરાત અને દખ્ખણની સીમા ઉપર આવેલા ગુજરાતની સત્તા નીચેના ભાગલાણ ઉપર આક્રમણ કર્યું (ઈ.સ. ૧૪૩૧-૩૨). એ સમાચાર મળતાં ગુજરાતને સુલતાન અહમદશાહ નંદરબાર તરફ એની સામે ગયે, આથી બહમની સુલતાન ગુલબર્ગ પાછો ફરતાં એણે માર્ગમાં ગુજરાતના તાબાના તંબોલના ૨૯ કિલ્લાને ઘેરો ઘાલ્યો, પરંતુ એમાં એને સફળતા મળી નહિ. આ કિલ્લાના રક્ષણ માટે આવી પહોંચેલા ગુજરાતી સુલતાન સાથે લડાઈ થતાં એના લશ્કરની ભારે ખુવારી થઈ. અંતે બહમની સુલતાન હતાશ થઈ પાછો ફર્યો.
હિંદુ રાજાઓ સાથે સુલતાને કરેલી લડાઈઓ પૈકી ઈ.સ. ૧૪૩૩ માં કરેલી અંતિમ હતી. એ સાલમાં એ મેવાડ બાજુ નાગોર તરફ રવાના થયા. રસ્તામાં નગરો અને ગામડાં લૂંટતો અને વિનાશ કરેતો તથા મંદિર તેડતો એ આગળ વળે. રાજા મહારાવલ ગણેશ(ગજ પાલ કે ગેપીનાથ)ના ડુંગરપુર ઉપર એણે છાપો માર્યો અને એને ખંડણી આપવાની ફરજ પાડી.૩° આ લડાઈ દરમ્યાન રાઠોડ રાજાઓએ પણુ શરણે આવી ખંડણી આપવાનું કબૂલ્યું.૩૧ માળવા ઉપર આક્રમણ
ઈ.સ. ૧૪૩૫ માં સુલતાન દૂશંગશાહના અવસાન પછી એના ઉત્તરાધિકારીઓ પાસેથી વજીર મહમૂદ ખલજીએ પાયતખ્ત મેળવ્યું અને એ “મહમૂદશાહ' ખિતાબ