________________
9.
સતત કાલ
પ્રિ.
કબૂલ કર્યું. સુલતાને સોરઠમાં ખંડણી વસૂલ કરવા માટે બે ભાઈઓ સૈયદ અબૂલખેર અને સૈયદ કાસિમને મૂક્યા અને પોતે અમદાવાદ ઈ.સ. ૧૪૧૪ના સપ્ટેમ્બર-ઓકટોબરમાં પાછો આવ્યો.
સુલતાન અહમદશાહ ધર્મચુસ્ત મુસલમાન હતો. ઇસ્લામની માન્યતા મુજબ હિંદુ મંદિરોને નાશ કરવા માટેની પ્રાપ્ત થયેલી કોઈ પણ તક એ જતી કરતો ન હતો. મુસ્લિમ તવારીખમાં જણાવ્યા મુજબ ઈ.સ. ૧૪૧૫ માં સિદ્ધપુરના રુદ્રમહાલયના વિખ્યાત મંદિરમાંની સેનારૂપાની મૂર્તિઓ તોડી અને એના બાંધકામનું મસ્જિદમાં પરિવર્તન કર્યું. વળી એ વર્ષે અહમદશાહે પરધર્મી પર જજિયાવેરો નાખ્યો ને એની વસૂલાતમાં કડક નીતિ અખત્યાર કરી, જેના પરિણામે ઇસ્લામમાં ધર્માતર કરનારાઓની સંખ્યા વધી ૧૦ એની આ પ્રકારની કાર્યવાહી જેઈને હિંદુઓને લાગ્યું કે જુવાન સુલતાન અહમદશાહ પિતાની લશ્કરી શાન વધારવા તથા હિંદુઓનાં પવિત્ર ધામોને નાશ કરવા મહત્વાકાંક્ષી બન્યો છે, આથી ઈ. સ. ૧૪૧૬ માં ઈડરને રાવ પૂજે તથા ચાંપાનેર, ઝાલાવાડ (માંડલ), નાંદેદ, વગેરેના રાજાઓએ એની સામે લડવા એક મિત્રસંઘની સ્થાપના કરી.૧૧ એમણે માળવાના સુલતાન દૂશ શાહની મદદ માગી. સુલતાન અહમદશાહની પ્રતિષ્ઠા દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જઈ સુલતાન દૂશંગશાહને હમેશાં ઈર્ષ્યા આવ્યા કરતી હતી તેથી એણે એમને મદદ કરવાની સંમતિ આપી. એવામાં ખાનદેશના નસીરે ઈ.સ. ૧૪૧૭માં પોતાના બળના ગર્વમાં ગુજરાતના તાબાના નંદરબાર-સુલતાનપુર ઉપર ચડાઈ કરી. એણે પોતાના બનેવી અને માળવાના સુલતાન દૂશંગશાહની મદદ લીધી. આ સમાચાર મળતાવેંત સુલતાન અહમદશાહે મલેક મહમૂદ બકીને એની સામે આગળ રવાના કર્યો અને ઢીલ કર્યા વિના એની પાછળ એણે પણ કૂચ કરી. ગુજરાતમાં સુલતાનની ગેરહાજરીને લાભ લઈને ઈડરને રાવ પૂજે, ચાંપાનેરને રાજા યંબકદાસ, ઝાલાવાડના રાજા છત્રસાલ અને નાંદેદના રાજાએ સંઘ બનાવી સલ્તનત સામે માથું ઊંચક્યું અને એમની સહાય માટે સુલતાને દૂશંગશાહ પણ ગુજરાત પર ચડી આવ્યો. ૧૨
આવા સમાચાર મળતાં સુલતાન અહમદશાહે સુલતાનપુરનો કબજો મેળવવા અને નસીરખાન સાથે લડવા મલેક મહમૂદને ત્યાં જ રાખીને વરસતા વરસાદમાં ઉત્તર તરફ પાછી કૂચ કરી અને એ મોડાસા નજીક જઈ પહોંચ્યો.
એના આગમનના સમાચાર જાણી સુલતાન દૂશંગશાહ હતાશ થઈ ગયો, હવે એને સુલતાન અહમદશાહ સાથે લડવું જોખમ ભરેલું લાગતાં એ માળવા