________________
૬૨ ] સેલંકી કાલ
[પ્ર. -રાજ્યને વિસ્તાર
હેમચંદ્રાચાર્યે પ્રાકૃત દ્વયાશ્રયમાં કુમારપાલને દિગ્વિજય વર્ણવ્યો છે. ૧૨૮ એમાં સિંધુ, વારાણસી, મગધ, ગૌડ, કાજ, દશાર્ણ, ચેદિ, દિલ્હી વગેરે રાજ્યના વિજયને ઉલ્લેખ કર્યો છે. એવી રીતે જયસિંહસૂરિએ તથા જિનમંડનગણિએ પણ કુમારપાલના દિગ્વિજયનું નિરૂપણ કર્યું છે, જેમાં કુર, સરસેન, પંચાલ, વિદેહ, મગધ, કાશ્મીર, ઉડીયાન, જાલંધર વગેરેનો સમાવેશ કેવળ કવિક૯૫ના લાગે છે, ૧૨૯ પરંતુ કુમારપાલના સમયના જે અભિલેખ મળ્યા છે તે પરથી એના શાસનપ્રદેશ વિશે સબળ પુરાવા મળે છે. સૌરાષ્ટ્રમાંના લેખમાં સં. ૧૨૦૧ માં (ઈ.સ. ૧૧૪૫) માં મહામાત્ય મહાદેવને ૧૩૧ સં. ૨૦૨ (ઈ.સ. ૧૧૪૬)માં માંગરોળ (સૌરાષ્ટ્ર) પાસે ગૃહિલ કુલના રાજા મૂલુન્નો ૧૩ર અને વિ. સં. ૮૫૦ (ઈ. સ. ૧૨૨૫) માં ભાવબૃહસ્પતિની પ્રેરણાથી કુમારપાલે સોમનાથ મંદિરના કરાવેલા જીર્ણોદ્ધારને ૧૩૩ ઉલ્લેખ આવે છે. આ પરથી સૌરાષ્ટ્રમાં કુમારપાલનું શાસન પ્રવર્તતું હોવાની પ્રતીતિ થાય છે.
સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬) માં ગોદ્રહક (ગોધરા)માં મહામંડલેશ્વરને વહીવટ હતો. ૧૩૪ આબુ પ્રદેશમાં યશોધવલ કુમારપાલનું આધિપત્ય અંગીકાર કરતા.૧૩૫ સં. ૧૨૮૭ (ઈ.સ. ૧૧૫૧)માં કુમારપાલે ચિત્રકૂટ(ચિતડ)ના એક શિવાલયને ગામનું દાન દીધું.૧૩ સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)માં આલણદેવ કિસડુમાં કુમાર પાલદેવના આધિપત્ય નીચે રાજ્ય કરતા.૧૩૭ સં. ૧૨૦૯૬(ઈ. સ. ૧૧૫૩૧૧૬૦)માં મારવાડની પલિકા(પાલી)માં પણ કુમારપાલનું આધિપત્ય હતું.૩૮ સં. ૧૨૨૦-૨૨(ઈ. સ. ૧૧૬૪-૬૬)માં માળવાના ઉદેપુરમાં કુમારપાલનું શાસન પ્રવર્તતું.૧૩૯ સં. ૧૨૧૩(ઈ. સ. ૧૧૫૭)માં નાડોલમાં કુમારપાલનું શાસન પ્રવર્તતું.૧૪૦ સં. ૧૨૧૮(ઈ. સ. ૧૧૬૨)માં કિરાડુમાં કુમારપાલના સામંત તરીકે પરમાર રાજા સોમેશ્વરનું રાજ્ય હતું. ૧૪૧
આ પરથી કુમારપાલ સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદેપુર (માળવા) વગેરે પ્રદેશ પર શાસન કે આધિપત્ય ધરાવતે એટલું નિશ્ચિત થાય છે. ઉત્તરે સાંભર-અજમેરના ચાહમાન રાજ્ય પર તથા દક્ષિણે ઉત્તર કેકના શિલાહાર રાજ્ય પર પણ એને પ્રતાપ પ્રસર્યો હતે. જૈન ધર્મને પ્રભાવક
કુલધર્મ અનુસાર કુમારપાલ શિવને ઉપાસક હતો. એના અનેક અભિલેખમાં એને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે. રાજ્યારોહણ પહેલાંની રખડપટ્ટી દરમ્યાન એ પરમ આહંત ઉદયન મંત્રી તથા હેમચંદ્રાચાર્યના સંપર્કમાં આવ્યો