________________
જ શું ] સેલંકી રાજ્યની જાહેજલાલી
[ ૫૩ ચરિત માં જણાવ્યા મુજબ એ ગ્રંથભંડારમાંનું “ભજવ્યાકરણ” જોઈ સિદ્ધરાજને હેમચંદ્રાચાર્ય પાસે એવું વ્યાકરણ તૈયાર કરાવવાની પ્રેરણા મળી. રાજાએ કાશ્મીર દેશના ભારતીદેવી–ગ્રંથભંડારમાંથી આઠેય પ્રચલિત વ્યાકરણના ગ્રંથ મંગાવી લીધા ને હેમચંદ્રાચાર્ય એ સર્વનું અધિશીલન કરી “સિદ્ધહેમશબ્દાનુશાસન' નામે નવું વ્યાકરણ તૈયાર કર્યું. રાજાએ એની હાથી પર સવારી કાઢી એનું બહુમાન કર્યું ને એની નકલે કરાવી સર્વત્ર મોકલી આપી.૪૦ પછી તે હેમચંદ્રાચાર્ય તેમજ એમના રામચંદ્ર જેવા શિષ્યોએ કાવ્ય તથા શાસ્ત્રોના ખેડાણમાં વિપુલ ગણનાપાત્ર પ્રદાન કર્યું. આમ માળવાના વિજયે આનુષંગિક રીતે ગુજરાતને વિદ્યા અને સાહિત્યનાં ક્ષેત્રમાં પણ નામના અપાવી. સિંધુરાજને પરાજય
દાહોદના શિલાલેખમાં જયસિંહદેવે સુરાષ્ટ્ર અને માલવના રાજાઓના ઉપરાભવ ઉપરાંત સિંધુરાજ વગેરે રાજાઓને નાશ કર્યાને ઉલ્લેખ આવે છે. કવિ સેમેશ્વર પણ સિદ્ધરાજે સિંધુરાજને બાંધ્યાનું જણાવે છે.૪૧ આ સિંધુરાજ કોણ એ એક પ્રશ્ન છે. લાટને મંડલેશ્વર ચાહમાન શંખ, જે વસ્તુપાલનો સમકાલીન હત, તેને પિતા સિંધુરાજ એ આ સિંધુરાજ હોવાનું સૂચવાયું છે, પરંતુ વસ્તુપાલને સમય (લગભગ ઈ. સ. ૧૨૨૦-૧૨૪૦) જોતાં શંખના પિતાને સમય આટલે વહેલે ભાગ્યે જ હોઈ શકે.૪૩ મરુમંડલના પરમાર વંશના રાજા સેમેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાજપુર પાછું મેળવ્યાનું કિરાડુના શિલાલેખમાં જણાવ્યું છે,૪૪ તે રાજા સેમેશ્વરને અહીં “સિંધુરાજ' ગણ્યો હોવાનું સુચવાયું છે.૪૫ પરંતુ સેમેશ્વર અને એના પિતા તે સિદ્ધરાજ જયસિંહને મદદગાર હતા, આથી આ સિંધુરાજ એ સિંધને કોઈ સુમરા ઠાકોર હવાને તર્ક વધુ સંભવિત ગણાય. અરકને પરાભવ | હેમચંદ્રાચાર્યો જયસિંહદેવનાં પરાક્રમોમાં પહેલવહેલું બર્બરક–પરાભવના પરાક્રમનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે.૪૭ એમાં જણાવ્યા મુજબ શ્રીસ્થલ (સિદ્ધપુર) પાસે સરસ્વતીને તીરે આવેલા ઋષિઓના આશ્રમ પર બર્બરક નામે રાક્ષસ ઉપદ્રવ કરતા હોવાની ફરિયાદ થતાં જયસિંહદેવે એના પર આક્રમણ કર્યું ને બાહયુદ્ધમાં એને હરાવી બાંધી લીધો. પછી બર્બરકની પત્ની પિંગલાની વિનવણીથી રાજાએ એને મુક્ત કર્યો ને બરકે જયસિંહદેવને કિંમતી રત્ન ભેટ આપી એની સેવામાં રહેવાનું સ્વીકાર્યું. અરિસિંહે તથા સોમેશ્વરે૪૯ પણ બર્બરકને અલૌકિક સિદ્ધિઓ આપી છે, એમાં સોમેશ્વર તે જયસિંહદેવ સ્મશાનમાં એ રાક્ષસ