________________
[ પ્ર.
૫૦ ]
સેલંકી કાલ માલવના રાજાને યથાર્થ લાગુ પડે છે તેવી રીતે સોરઠના રાજાને પણ લાગુ પડતી હોય તો જયસિંહદેવે એને યુદ્ધમાં હર્યો એને બદલે એને કેદ પકડો એવું માનવું પડે. ૧૪ તો કેદ થયેલે રા'ખેંગાર પછીથી વઢવાણ પાસે મૃત્યુ પામે હોય.૧૫ જયસિંહદેવના સોરઠ-વિજયનું પરાક્રમ કીર્તિકૌમુદીમાં તથા પ્રબંધચિંતામણિમાં નિરૂપાયું છે. પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજનું સૈન્ય અગાઉ ૧૧ વાર પરાજય પામ્યાનું જણાયું છે. એ પરથી આ વિગ્રહ લાંબો વખત ચા લાગે છે. પ્રબંધચિંતામણિમાં સોરઠના રાજાને આભીર રાણક નવઘણ કહ્યો છે ને સિદ્ધરાજે એને શસ્ત્ર વડે નહિ, પણ દ્રવ્યપાત્રો (સિક્કાઓ ભરેલી પેટીઓ) વડે માર્યાનું જણાવ્યું છે. ૧૭ પ્રભાવકચરિતમાં તથા પ્રબંધચિંતામણિમાં સોરઠના રાજા માટે “નવઘણ” તથા “ખંગાર” બંને નામ આપ્યાં છે, જ્યારે કીતિકૌમુદી, વિવિધતીર્થકલ્પ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં “ખંગાર” જ આપેલું છે. આ પરથી આ વૃત્તાંતમાં ક્યારેક “નવઘણુ” અને “ખંગાર’ વચ્ચે ગોટાળો થતો એવું ફલિત થાય છે. આ સર્વ ગ્રંથમાં સોરઠના રાજાને મારી નાખ્યાને ઉલ્લેખ કરે છે. પ્રબંધચિંતામણિમાં ખેંગારની રાણીનું નામ “સૂનલદેવી” અને પુરાતનપ્રબંધસંગ્રહમાં “સોનલદેવી' આપ્યું છે, આથી “રાણકદેવી” સામાન્ય નામ જેવું હોય.૧૮
સોરઠને કેટલાક અભિલેખમાં સિંહ સંવતનાં વર્ષ આપેલાં છે ને એ સંવત વિ. સં. ૧૧૭૦ માં શરૂ થયેલ છે એ પરથી સિંહ સંવત જયસિંહદેવે સેરઠ જીતીને એની યાદગીરીમાં ત્યાં પ્રચલિત કર્યો હે સંભવે છે. એ અગાઉ વિ. સં. ૧૧૬૬ ની એક હસ્તપ્રતમાં જયસિંહદેવને માટે “શૈલજ્યગંડ” બિરદ પ્રજાયું છે. આ પરથી સિંહદેવે ત્યારે પિતાનું વિજય પ્રસ્થાન કર્યું હશે એવું સૂચવાયું છે. ૨૧ સેરઠના દંડનાયક સજીને ગિરનાર ઉપર નેમિનાથના લાકડાના મંદિરની જગ્યાએ નવું પથ્થરનું મંદિર વિ. સં. ૧૧૮૫ માં કરાવ્યું.૨૨ ' જયસિંહદેવે સોરઠ જીત્યા બાદ સોમનાથની યાત્રા કરેલી ને ત્યાંથી પાછો ફરતાં ગિરનાર પરનું મંદિર પણ જોયેલું.૨૩ રાજમાતા મયણલ્લાદેવીએ પણ સોમનાથની યાત્રા કરી ને બાહુલેડર૩એ આગળ લેવાતો યાત્રાવેરે કાઢી નંખા.૨૪ આમ મયણલદેવીની મુરાદ પતિ કર્ણદેવના સમયમાં નહિ, તો પુત્ર જયસિંહદેવના સમયમાં પાર પડી.
સોરઠને વિજય એ જયસિંહદેવની અજબ સિદ્ધિ હતી. વિ. સં. ૧૧૭૦ પછી પ્રચલિત થયેલું એનું “સિદ્ધચક્રવર્તી બિરુદ ૫ એના આ વિજયને લઈને પડયું હશે. આગળ જતાં પ્રબંધોમાં એને બદલે “સિદ્ધરાજ' નામે પ્રચલિત થયું.