________________
જ૨ ] સેલંકી કાલ
[ 5 કર્ણદેવે આશાપલ્લીમાં જ્યાં ભૈરવદેવીનાં શકુન થયેલાં ત્યાં કોછરબા નામે દેવીને પ્રાસાદ કરાવ્યા, જ્યાં ભિલ પર જય મેળવ્યો ત્યાં પ્રાસાદમાં જયંતીદેવીની
સ્થાપના કરી, કણેશ્વરનું દેવાલય કરાવ્યું તેમજ કર્ણાવતીને શોભાવતું કણસાગરા તળાવ કરાવ્યું. શ્રીપત્તન(પાટણ)માં કર્ણમેરુપ્રાસાદ કરાવ્યો. ૧૪૨ પ્રબંધચિંતામણિ પ્રમાણે કર્ણદેવે વિ.સં ૧૧૨૦(ઈ. સ. ૧૦૬૪)થી વિ. સં. ૧૧૫૦ (ઈ. સ. ૧૦૯૪) સુધી અર્થાત લગભગ ૩૦ વર્ષ રાજ્ય કર્યું.૧૪૩
લાટ તથા આશાપલી પરના વિજય વડે કર્ણદેવે ચૌલુક્ય રાજ્યની સત્તા સમસ્ત ગુજરાતમાં પ્રસારી એના અધિક વિસ્તારને માર્ગ મોકળો કર્યો.
પાદટીપ ૧. પૃ. ૧૬, ઘણી હસ્તપ્રતોમાં વિ. સં. ૯૯૩ આષાઢ સુદિ ૧૫ ને ગુરુવારે જણાવ્યું
છે, જ્યારે થોડી હસ્તપ્રતોમાં સં. ૯૯૮નું વર્ષ આપ્યું છે ને બીજી વિગત આપી નથી, પરંતુ અન્યત્ર મૂળરાજે સં. ૯૯૮ થી ૫૫ વર્ષ રાજ્ય કર્યાનું છે (પૃ. ૧૧ ). ચાપોત્કટવંશને અંત પણું સં. ૯૯૮ માં જણાવેલ છે (B. ૧૬).
પ્ર. ચિં. માં ઘણી વાર રાજ્યાભિષેકનાં વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર આપવામાં આવે છે. સેવેલે આ વિગતને પંચાંગગણિતની દષ્ટિએ તપાસી તો એમાં તિથિવાર કેટલીક વાર મળતાં આવે છે, પરંતુ નક્ષત્રો ઘણી વાર તદ્દન અસંભવિત હોવાનું માલુમ પડે છે. લગ્નની વિગત પણ કેટલીક વાર ખેાટી નીકળે છે (C. G, pp. 198 f. ), આથી સમયનિર્દેશની આ વિગતો કપોલકલ્પિત હોવાનું ફલિત થાય છે. તે છતાં સમકાલીન અભિલેખ તથા હસ્તપ્રતામાં મળેલા સમયનિર્દેશ સાથે સરખાવતાં, પ્ર. ચિં. માં આપેલાં વર્ષ મોટે ભાગે ખરાં લાગે છે. (અન્ય મેરૂતુંગની) વિચારશ્રેણુમાં આપેલાં શરૂઆતનાં વર્ષ પ્ર. ચિં. માં આપેલાં વર્ષોથી ઠીક ઠીક જુદાં પડે છે ને એ ઓછાં શ્રદ્ધેય છે. ભાંડારકરને મળેલી બે પટ્ટાવલીમાં
આપેલાં વર્ષ એના કરતાં વધુ બંધ બેસે છે (C. G., p. 200). ૨. ૧ (વૈન સક્રિય સંરસોઇ, વંર ૨, ૪ માં પ્રસિદ્ધ) ૩. વહુ-નર-નવ વ્યતીતે વિક્રમાદિ મૂવનોરતુ [ જૂદાન] નરમ મુવિII.
I. A, Vol. LXIII, p. 234 ૪ . મ. રા. ઈ., પૃ. ૧૩૯-૧૪૩ ૫૮. 4. રિ, ૫. ૧૫–૧૬
૯. ગ. મ. રા. ઈ., પૃ. ૧૪૯-૧૫૦ ૧૦. ગુએલ, ભાગ ૨, લેખ ૧૪૭, શ્લો. ૫
૧૧. ૬. ૧૦૮–૧૦૬ ૧૨. લ ૨, છો. ૧ ૧૩. જો. ૨૨ ૧૪. ગુઅલ, ભા. ૨, સે. ૨૩૭