________________
८
આ કાલમાં થયો. મેટાં મર્દિની આગળ કીર્તિતારણ પણ રચાયાં. અણહિલવ 3 જેવાં નગરાના રાજપ્રાસાદો તથા દેવપ્રાસાદે નામશેષ હોવા છતાં મેટેરા, સિદ્ધપુ આબુ, તારંગા અને ગિરનાર જેવાં અનેક સ્થળેાએ મેાજૂદ રહેલાં દેવાલયેામ વાસ્તુકલા તથા શિલ્પકલાની સમૃદ્ધિ નજરે પડે છે. ગુજરાતમાં હવે હસ્તલિખિત ગ્રંથમાં આલેખાતાં લઘુ ચિત્રોની કલાના ય વિકાસ થયા હતા
જેને માટે ઇતિહાસસિદ્ધ પ્રમાણ ન મળે તેવા અનેક આનુશ્રુતિક વૃત્તાંતા પુરાણામાં તથા પ્રબધામાં જળવાયા છે. ગ્રંથના પરિશિષ્ટમાં તે। આ વિસ્તૃત વૃત્તાંતેામાંના મુખ્ય વૃત્તાંતેાના ટૂંકા સાર જ આપી શકાયા છે.
ગ્રંથમાં અંતે ગુજરાતના તથા એની આસપાસના રાજવંશેાની વંશાવળીએ, મૂળ તથા અર્વાચીન સંદર્ભોની સામાન્ય તથા પ્રકરણવાર વિશિષ્ટ સંદર્ભ સૂચિગ્મા, પ્રારિભાષિક શબ્દોના પર્યાયા, અને વિશેષ નામેાની શબ્દસૂચિ આપવામાં આવેલ છે. નિયત કરેલા મુદ્રણાલયના કાયમાં અતિ વિલંબ થવાથી શબ્દસૂચિ અન્ય મુદ્રણાલયંમાં છપાવવી પડી, તેથી એના ક્રમાંક અલગ મૂકવા પડ્યા છે.
નકશાઓ, રેખાચિત્રો અને ફાટાને લગતા ૪૦ પટ્ટ આપવામાં આવ્ય છે, જેથી પ્રકરણામાં નિરૂપેલી બાબતા વધુ વિશદ બને.
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાલાના આ ગ્રંથ તૈયાર કરી પ્રકાશિત કરવા માટે રાજ્ય સરકારે ૭પ ટકાના અનુદાનની માતબર સહાય કરી છે એ માટે અમે એને ઘણા આભાર માનીએ છીએ. ભાષા–નિયામકશ્રીના વિભાગ તરફથી આ બાબતમાં અમને સતત સક્ર્મિ મા દન મળેલ છે એ માટે એ વિભાગના સંચાલકેાના પણ આભારી છીએ.
અમારા નિમંત્રણને સ્વીકાર કરી જે અનેક વિદ્વાનાએ આ ગ્રંથનાં પ્રરકણ તથા પરિશિષ્ટ તૈયાર કરી આપ્યાં છે તે સહુના અમે હાર્દિક આભાર માનીએ છીએ. અમારા સંપાદન-કાય'માં તથા પ્રક્–વાચનના કાર્યોંમાં અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રીએ તથા નકશાઓ, આલેખા, ફોટાએ, સૂચિઓ વગેરે બાબતમાં ખીજા સહકાર્યકર ડૅ। કાંતિલાલ ફૂ. સામપુરાએ ધણી સક્રિય મદદ કરી છે તેની અહી કૃતજ્ઞતાપૂર્ણાંક નાંધ લઈ એ છીએ,
ગુજરાતના ઇતિહાસના જ્વલંત એવા સાલ કીકાલને લગતા આ ગ્રંથ એ ઇતિહાસના સ અભ્યાસીઓને ઉપયોગી નીવડશે એવી આશા રાખીએ છીએ.
ભા. જે. વિદ્યાભવન, ૨. છે. મા, અમદવાદ તા. ૧-૮-૧૯૭૪
રસિકલાલ છે. પરીખ હરિપ્રસાદ ગ શાસ્ત્રી
સંપાદકે