________________
૩૨ ] સેલંકી કાલ
[ પ્રજણાવ્યું છે ને જયસિંહસૂરિએ વળી ત્યારે માલવપતિ મુંજ ધ્રુજી ગયો હોવાનું વર્ણવ્યું છે, પરંતુ આ બંને અનુકાલીન વિધાન યથાર્થ લાગતાં નથી. મુંજ તે વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો. હેમચંદ્રાચાર્ય અને વડનગરપ્રશસ્તિના આધારે માલૂમ પડે છે કે વલ્લભરાજે માળવા પર ચડાઈ કરવા માટે સીધે દક્ષિણ પૂર્વને. રરતો ન લેતાં ઉત્તરપૂર્વન રસ્તે લીધે ને એ માળવા પહોંચતાં પહેલાં અધવચ અકાળ અવસાન પામ્યા.૭૫ છતાં એ “જગત-ઝુંપણ” તરીકે ખ્યાતિ પામ્યું હતું. એ પરથી શત્રુઓ સામે કૂદી પડવામાં ઝડપી હોવાનું ફલિત થાય છે. વલ્લભરાજ રાજમદનશંકર ” તરીકે પણ ઓળખાતો.
વલ્લભરાજે પ્રાયઃ વિ. સં. ૧૦૬૬-૬૭(ઈ. સ. ૧૦૧૦)માં માત્ર છ માસ જેટલું ટૂંકું રાજ્ય ભેગવ્યું.૭૫ ચૌલુક્યવંશના કેટલાક અભિલેખોમાં તેમજ વાકય કાવ્યમાં એ રાજવંશના નિરૂપણમાં વલ્લભરાજને નિર્દેશ એ કારણે લુપ્ત થય લાગે છે.૭૭ ચૌલુક્યવંશના બીજા અનેક અભિલેખોમાં ૭૮ રાજવંશાવળીમાં વલ્લભરાજનું નામ આપેલું છે ને હેમચંદ્રાચાર્યું પણ “શબ્દાનુશાસન'માં એ રાજાની પ્રશસ્તિને બ્રેક આપે છે, આથી ચામુંડરાજ પછી વલ્લભરાજ રાજા થયેલે એ હકીકત છે. વળી વલ્લભરાજના ટૂંકા રાજ્યકાલ દરમ્યાન એના પિતા હયાત હતા ને રાજ્યસનના સંરક્ષણમાં સક્રિય રસ ધરાવતા એ કારણે પણ રાજવંશાવળીમાં વલ્લભરાજનું નામ ક્યારેક લુપ્ત થતું હશે.
૪. દુલભરાજ વલ્લભરાજનું ઓચિંતું અવસાન થતાં રાજપિતા ચામુંડરાજે પિતાના બીજા પુત્ર દુર્લભરાજનો રાજ્યાભિષેક કરી તીર્થયાસ કર્યો. દુર્લભરાજે પ્રાયઃ વિ. સં. ૧૦૬૭(ઈ. સ. ૧૦૧૦)થી વિ. સં. ૧૦૭૮ (ઈ. સ. ૧૦૨૨) સુધી રાજ્ય કર્યું.૭૯
તાજેતરમાં દુર્લભરાજનું એક દાનપત્ર પ્રકાશિત થયું છે.૮૦ એ વિ. સં. ૧૦૬૭ (ઈ.સ. ૧૦૧૧)ની માઘ સુદ ૧૫ નું છે. એમાં મહારાજાધિરાજ દુર્લભ રાજના સેવક તંત્રપાલ ક્ષેમરાજે ભિલ્લમાલના એક બ્રાહ્મણને ભિલ્લમાલ મંડલમાંના એક ગામનું દાન દીધું હોવાનું જણાવ્યું છે. આ પરથી ભિલ્લમાલ પ્રદેશ પર ચૌલુક્ય રાજ્યનું સીધું શાસન પ્રવર્તતું હોવાનું માલૂમ પડે છે.
દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી એ પ્રદેશ જીતી લીધો. મૂલરાજે બાર૫ પાસેથી લાટ જીતી લીધેલું. એ પછી બારપના પુત્ર ગોગિરાજે ચામુંડરાજના રાજ્યકાલ દરમ્યાન લાટ પાછું મેળવ્યું હતું. માળવાના રાજા સિંધુરાજે (ઈ.સ. ૯૯૫–૧૦૦૦) લાટને દબાવ્યું.૮૧ મોહડવાસક (ડાસા) મંડલ પર હજી પરમાર