________________
૫૪૦]
સેલંકી કાલ
[પરિ
ચાવડા ચોરી લૂંટફાટ કરતા હતા એવી હકીકત સરસ્વતીપુરાણકારે પણ જણાવી છે. એમાં નોંધાયું છે કે “ક્રોધરસ નામના રાક્ષસો, જેનો વિષણુએ નાશ કર્યો હતે તે, બધાએ ચાપોત્કટ નામથી પૃથ્વી ઉપર જન્મ લીધે. એ લેકેએ અબુંદારણ્ય તરફથી આવી અહીં સરસ્વતીના કિનારા પાસે નિવાસ કર્યો. અહીં તેઓ રૌભયંકર કાર્યો કરતા. નિરંકુશ અને મદ્યપાન કરનારા આ પાપી લેકેના સ્પર્શના ભયથી સરસ્વતી દેવી ઋષિગણો સાથે અહીં અદશ્ય બન્યાં.”૩૮
સરસ્વતીપુરાણમાં સિદ્ધરાજનું ચરિત્ર પૌરાણિક રીત પ્રમાણે આપેલું છે.૪૦ સિદ્ધરાજના ચરિત્રાલેખનમાં પુરાણકારે એના જન્મ–સમયે થયેલ આકાશવાણી દ્વારા એના સમગ્ર જીવનને નિચોડ આપેલ છે. એના જીવનનાં મુખ્ય મુખ્ય કાર્યોને જણાવતાં પુરાણકાર કહે છે કે “આ કુમાર સર્વજિત થશે અને સર્વ મનુષ્યમાં નરશાર્દૂલ ગણાઈ સિંહદેવ” તરીકે વિખ્યાત બનશે. જે સનાતન ધર્મ નષ્ટ થયો છે તેને ઉદ્ધાર કરી ને એની પુન: સ્થાપના કરશે. મનુષ્યલેકમાં પુરુષોત્તમ, એટલે સાક્ષાત વિષ્ણુ જેવો સર્વોત્તમ ગણાશે. એ મહાદેવ તરફ અનન્ય ભક્તિ રાખી ચક્રવત થશે અને “સિદ્ધરાજ' તરીકે વિખ્યાત બનશે. સંપૂર્ણ શ્રદ્ધા-ભક્તિ વડે પ્રાચીન રુદ્રમહાલયનો ઉદ્ધાર કરી ત્યાં મહારુદ્રનું આરાધન કરશે તેમજ મહાલયનું માહાતમ્ય વધારશે. એ લોકમાન્ય નૃપતિ ભૂતના ઈશ એટલે ભૂતના સરદાર અને ભય આપવાવાળા બર્બરકને મહાલયની સમીપમાં છતી વશવતી બનાવશે. આ મહામના (સત્યપુરુષ) અંધકૃપમાંથી ઊસ લાવી આપી નાગેને પ્રાણદાન આપશે. એ બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ, સર્વ જ્ઞાનને ભંડાર અને સર્વધર્મ પ્રવર્તક બની સર્વ રાજાઓને રાજા-મહારાજા થશે.”૪૧ સિદ્ધરાજે કરેલા સર્વ વિજયમાં અવંતિના વિજયને આ પુરાણકારે સારું એવું મહત્ત્વ આપ્યું છે.
સરસ્વતીપુરાણમાંથી બર્બરક યાને બાબરા ભૂતના જીવન સંબંધી પણ સારી. એવી માહિતી મળે છે.૪૨
સિદ્ધરાજનાં પૂર્ત કાર્યોમાં સૌથી શ્રેષ્ઠ “સહસ્ત્રલિંગ સરોવર”નું રચનાવિધાન અદ્દભુત અને અનન્ય ગણાતું. આ સરોવરના આયોજન માટેની કેટલીય અનન્ય હકીકતે સરસ્વતીપુરાણે રજૂ કરી છે.
સહસ્ત્રલિંગ સરોવર બંધાવવાની પ્રેરણા સિદ્ધરાજને કેવી રીતે મળી એના સંબંધમાં આ પુરાણમાં જણાવ્યું છે કે એક વખત સિદ્ધરાજ રાતે સૂઈ રહ્યો