________________
આનુતિક વૃત્તાંત
પિરછ સ્કંદપુરાણના કુલ ૩૯ અધ્યાયના ધર્મારણ્યખંડ નામે નાના ખંડમાં મોહેરકપુર(ઢેરા)ની સ્થાપના, ત્યાંનાં તીર્થો, મંદિર અને વાવ, સરોવરો તથા નદીઓ જે આ પ્રદેશમાં આવી છે તેઓની ઠીક ઠીક રજૂઆત પુરાણકારે આપેલી છે. દરેક તીર્થ સાથે એનું માહાતમ્ય જણાવતી અને એ તીર્થના પ્રાદુભંવની વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. મોઢ જ્ઞાતિનાં કુલદેવી શ્રીમાતાએ રાક્ષસોને નાશ કરી મેઢેરાના પ્રજાજનોને નિર્ભય બનાવ્યા હોવાનું પણ આ ગ્રંથમાં સૂચવ્યું છે. આ ઉપરાંત મોઢ જ્ઞાતિનાં ગાત્રો, ગોત્રદેવીઓ, અને અટકે માટે પણ બે અધ્યાય આપેલા છે. સૌથી વધુ રસમય હકીકત શ્રી રામચંદ્ર, જે મોઢ જ્ઞાતિના ઈષ્ટદેવ મનાય છે તેઓ, સીતાજી સહિત અહીં આવેલા અને એમણે ચ કરી મોઢ બ્રાહ્મણોને ૫૫ ગામ દાનમાં આપેલાં તે બધાંનાં નામોની મોટી યાદી પણ રજૂ કરી છે. પિલાં ગામ ગૌવિવોને રામચંદ્ર આપેલાં, જ્યારે પાછળથી ચાતુવિંઘોને પણ ૨૦ કે ૨૪ ગામ આપ્યાં હતાં તેઓની નેંધ આપી છે. આ સિવાય ગુજરાતમાં જાણીતાં શ્રીક્ષેત્ર-સરખેજ, અડાલજ, મંડલી, સીતાપુર અને બીજા ગામોનાં નામ આ પુરાણમાંથી મળે છે. અંતમાં મેઢ બ્રાહ્મણના છ અવતારભેદોને ઈતિહાસ આપી એમના રીતરિવાજો અને નીતિનિયમોના બંધારણની યાદી આપવામાં આવેલ છે. આ બધાં ગામ ભગવાન રામચંદે આપ્યાં હતાં, પરંતુ લાંબો કાલ ગયા પછી કનોજના આમ રાજાએ એ પડાવી લીધાં એવું પુરાણકારે સૂચવ્યું છે.૨૬ પદ્મપુરાણ-અંતર્ગત ગણાતા ધર્મારણ્ય” નામને બજે સ્વતંત્ર ગ્રંથ પણ છે તેના છેલ્લા પાંચ અધ્યાયોમાં ગુજરાતના ઇતિહાસને ઉપયોગી કેટલીક હકીકત આપવામાં આવેલ છે. આ ગ્રંથ પાછળથી રચાય છે. એમાં વૈશ્યજ્ઞાતિમાં પડેલા દશા–વીશાના ભેદની હકીક્ત આપેલી છે.૨ દશા–વીશાના ભેદ વસ્તુપાલના સમયમાં એટલે સં. ૧૨૭૫ના અરસામાં પડ્યા હતા.
બીજી હકીક્ત મોઢેરા-ભંગની છે. અલાઉદ્દીનનો સરદાર ઉલુઘખાન ગુજરાત ઉપર સં. ૧૩૫૬ માં ચડી આવેલે. તેણે કર્ણ વાઘેલાને હરાવી નસાડી મૂક્યો અને ગુજરાતનું રાજ્ય મુસલમાન સલ્તનત નીચે મૂક્યું. આ વખતે એણે મેઢેરાને ઘેરે ઘા હતે એનું રસમય અતિહાસિક વર્ણન આ ગ્રંથકારે વિગતવાર આપ્યું છે. ૨૮ આ ગ્રંથમાં કુલ ૬૮ અધ્યાય આપેલા છે. શરૂઆતના અધ્યાચોમાં મોઢેરાનાં તીર્થો, દેવમંદિરનાં વર્ણને તથા માતા, મોઢ બ્રાહ્મણોની ઉત્પત્તિ, એમના ભકત મેઢ વૈશ્ય, અને તેઓના રીતરિવાજે વગેરે હકીકતે વિસ્તારથી આપી છે. ત્યાર પછી ગોત્રદેવીઓ, કુલદેવીઓ, અને બીજા દેવોના યજનપૂજનની માહિતી રજૂ કરતાં બ્રાહ્મણોનાં ગોત્રપ્રવરેની અદ્યતન