________________
પ્રકરણ ૩
સોલંકી રાજ્યને અભ્યદય સોલંકી રાજ્યની સ્થાપના
અણહિલપાટક(અણહિલવાડ)માં ચારેકટ (ચાવડા) વંશની સત્તાનો અંત આવતાં ત્યાં ચૌલુક્ય (સોલંકી) વંશની સત્તા સ્થપાઈ. આ રાજવંશને સ્થાપક હત રાજિનો પુત્ર મૂલરાજ. મૂલરાજનું રાજ્યારોહણ પ્રબંધચિંતામણિમાં વિ. સં. ૯૯૩ (કે ૯૯૮)માં અને વિચારશ્રેણીમાં વિ. સં. ૧૦૧૭માં થયું હોવાનું જણાવ્યું છે. સિદ્ધરાજ જયસિંહના સાંભર શિલાલેખમાં વધુ પ્રાચીન અને પ્રબળ ઉલ્લેખ આ પૈકી વિ. સં. ૯૯૮ ના વર્ષને સમર્થન આપે છે. આ અનુસાર અણહિલવાડના સેલંકી રાજ્યની સ્થાપના ઈ. સ. ૯૪૨ માં થઈ
૧. મૂલરાજ ૧ લે મુલરાજને પિતા રાજિ પ્રાયઃ કને જના પ્રતીહાર રાજ્યમાં ગુજરદેશને સામંત હતો ને અણહિલવાડના ચાવડા રાજા સામંતસિંહની બહેન લીલાદેવીને પરણ્યા હતા.૫ મૂલરાજનો જન્મ સગર્ભાવસ્થામાં લીલાદેવીનું મૃત્યુ થતાં માતાનું ઉદર ચીરીને કરાવવામાં આવેલે ને એ મૂલ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી એનું નામ “મૂલરાજ’ પાડવામાં આવ્યું, એવી અનુકૃતિ છે. '
મૂલરાજ પુખ્ત વયને થતાં પરાક્રમી નીવડ્યો ને મામાનું રાજ્ય વધારવા લાગે એવું પ્રબંધચિંતામણિ જણાવે છે. એમાં વળી એવું પણ જણાવ્યું છે કે રાજા સામંતસિંહ મદિરામત અવસ્થામાં પોતાના ભાણેજ મૂલરાજને ગાદીએ બેસાડતે ને ભાન આવતાં ગાદી પરથી ઉઠાડી મૂકતો. આ રીતે વારંવાર પિતાને ઉપહાસ તે જોઈને, મૂલરાજ પોતાના માણસોને તૈયાર રાખી, એક વખત મદિરામા મામાએ પોતાને ગાદીએ બેસાડશે ત્યારે એને મારીને પોતે ખરેખર રાજા થઈ પડ્યો. સાડા ત્રણ વર્ષ પછી નેંધાયેલી આ અનુશ્રુતિમાં ઐતિહાસિક તથ્ય કરતાં લોકકથાની ચમત્કૃતિ હોવાની શંકા સૂચવાઈ છે, પરંતુ કુમારપાલના સમયના વડનગર શિલાલેખમાં મૂલરાજે ચાપોત્કટ રાજાની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરી હોવાનું તેમજ વિ. સં. ૧૨૩૦ ના અરસામાં રચાયેલા “મોહરાજપરાજય” નાટકમાં ૧૧ ચાપોત્કટ મદિરાસક્ત હતા ને એથી તેઓએ રાજ્ય ગુમાવેલું એ ઉલ્લેખ આવે છે. વળી વસ્તુપાલના સમયમાં રચાયેલા “સુકૃત