________________
પર૦ ]
સાલકી કાલ
[પ્ર.
વડોદરા પાસેના દંતેશ્વર કે ડભાઈમાંથી આવેલું છે. મ્યુઝિયમના રજિસ્ટરમાં એને ડભોઈના શિલ્પ તરીકે નાંધેલું છે. લગભગ આવી જરીતે બેઠેલું એક મધ્યકાલીન શિલ્પ સારનાથ મ્યુઝિયમમાંનું શ્રી દયારામ સાહનીએ એમના સારનાથ મ્યુઝિયમ કેટલાગમાં વર્ષો પહેલાં પ્રસિદ્ધ કર્યુ હતુ..૧૨ કલાની દૃષ્ટિએ વિચારીએ તે સુંદર અંગ પ્રત્યંગ વાળી ગંગા અને એના ગળાના હારનું ઝીણવટભર્યુ” કાતરકામ આ શિલ્પને સજીવ અને આકર્ષક બનાવે છે.
આ રીતે ખેડેલી દેવી દ્વારશાખા પરની ગંગા નદીની આકૃતિ ના હોય અને મંદિરના કઈ અન્ય ભાગમાં જડેલી ગગા નદીની નહિ પણ મત્સ્યવાહના કોઈ અન્ય દેવીની આકૃતિ પણ હોઈ શકે. ડભોઈના કિલ્લાના કેટલાક ભાગે। પર આવા મેટા કદનાં ભગ સુંદર શિલ્પ જડેલાં છે (પટ્ટ ૧૧. આ. ૩૯) તેવી જ રીતે આશિલ્પ પણ કિલ્લાના કેઈ દરવાજાના ભાગમાંનું હેાઈ શકે. સાથે એ પણ સ`ભવ છે કે વૈદ્યનાથના મૂળ મંદિરમાંનુ (નહિ કે પાછળના જીર્ણોદ્ધારમાંનુ) આ શિલ્પ હોય. ગમે તેમ હોય, પણ ગુજરાતની કલાનેા આ એક ભવ્ય અને અલ્પપ્રસિદ્ધ વિશિષ્ટ પ્રકારને નમૂને છે.
વિજાપુર પાસે મળેલાં માહેશ્ર્વર મહાદેવનાં પ્રાચીન શિલ્પે। પૈકી દસમા સૈકાની એશાની દિક્પાલિકાનું શિલ્પ પ્રસિદ્ધ છે. છપાયેલા ફોટો સ્પષ્ટ નથી છતાં લેખમાં આપેલા આ શિલ્પના સમય યોગ્ય છે. આયુધા સ્પષ્ટ નથી તેથી એમાં આપેલી આળખ અહીં સ્વીકારી લીધી છે.૧૩
શામળાજી પાસે હરિશ્ચંદ્રની ચારીના નામથી એળખાતા સ ંભવતઃ દેવીમંદિરની આગળના તારણનાં શિલ્પ પણ દસમા કામાં મૂકી શકાય તેવાં છે.૧૪ રાડાથી આણેલી, વડાદરા મ્યુઝિયમમાં સુરક્ષિત એક સૂર્ય પ્રતિમા પણ દસમા સૈકાની લાગે છે.૧૫ આ સૈકામાં બનેલી કેટલીક જૈન ધાતુપ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. ખાસ કરીને કડીમાં સધરાયેલી પાર્શ્વનાથની એક ત્રિતીથી નોંધપાત્ર છે. આ પ્રતિમા પાછળ એક લેખ છે, જે મુજબ આ પ્રતિમા ભૃગુકચ્છની મૂલવસતિમાં નાગેદ્રકુલના પાશ્રિ લગણિએ શક સવત્ ૯૧૦= ઈ. સ. ૯૮૮ માં પધરાવી હતી. આજે આ પ્રતિમા કડીમાં નથી, અમેરિકાના એક ાણીતા મ્યુઝિયમમાં ગેાઠવાઈ ગઈ છે. તીર્થંકરની ગાદામાં અને એની નીચેના પદ્મ વગેરેમાં ચાંદીના જડતરવાળી કંઈક ઘસાઈ ગયેલી આ પ્રતિમા તત્કાલીન ગુજરાતની ધાતુકલાને એક ઉત્કૃષ્ટ નમૂના છે. તીથ કરાની એક બાજુએ સરસ્વતીની ઊભી આકૃતિ છે. બીજે છેડે વિદ્યાદેવી કેરેટચા ઊભી છે. તેની નીચે અબિકા યક્ષીની બેઠેલી આકૃતિ છે. યક્ષની મૂર્તિ ખંડિત થયેલી ખેાવાઈ ગઈ છે. મધ્યમાં બિરાજેલા પાર્શ્વનાથની મુખાકૃતિ સૌમ્ય અને સુંદર છે. પ્રતિમામાંની સ` આકૃતિ, મસ્તક પાછળની