________________
૭૨ ]
સેલડકી કાલ
[પ્ર.
પર સુંઢમાં સૂંઢ ભરાવીને બે મદમસ્ત હાથી સાઠમારી કરતા દર્શાવ્યા છે. એની એક બાજુએ સિંહ સાથે યુદ્ધ કરતા પુરુષની આકૃતિ છે. બીજા સૈનિકે એને પ્રોત્સાહન આપતા જણાવ્યા છે અને બીજી બાજુ મધ્યમાં અવારાહી પુરુષની બંને બાજુએ એક એક યોદ્ધા તથા નૃત્યગાન-રત બીપુરુષનાં શિલ્પ છે. આ લગ્નના વરડાનું દશ્ય પૂરું પાડતું લાગે છે. ત્રીજી પફ્રિકામાં વિવિધ આયુધધારી યોદ્ધાઓ સાથે અશ્વ, ગજ વગેરે જુદી જુદી ભંગીમાં નજરે પડે છે. આવી એક ચોથી પદિકામાં કન્યાનું અપહરણ અને યુદ્ધનું દર્ય અંકિત થયું છે. એમાં પુરુ, અ તથા ગજોની શીધ્ર ગતિને આકાર આપવાને સ્તુત્ય પ્રયાસ નજરે પડે છે.
મંદિરની પાછલા ભાગની દેવકુલિકાઓનું પરિવર્તન મસ્જિદમાં થયું છે, પણ એમાં રૂદ્રમાળની ઘણી શિલ્પસમૃદ્ધિ જળવાઈ છે. એમાં ભદ્રક અને મિશ્રઘાટની ઘટ્ટપલવાદિ શિ૯૫૫દિકાઓ તથા ગવાક્ષોનાં સુશોભનોથી યુક્ત પૂરા તેમજ વામન કદના સ્તંભ તથા મંડપ તથા શૃંગારચોકી પરના શિલ્પમંડિત કરાટકના ખંડે વગેરે નજરે પડે છે.
મંદિરની ઉત્તરે આવેલ જળવાઈ રહેલ કીર્તિતોરણ કંડારકામની દષ્ટિએ ઘણું સુંદર છે. એનાં સ્તંભ, ઉછાલકે, તોરણ, પાટ, દંડછાઘ, અને એના પરનાં મકરમુખ, તિલકે તથા મધ્યનું ઈલિકા-વલણ વગેરેનું રૂપવિધાન મંદિરની ઉપર વર્ણવેલ શિલ્પસમૃદ્ધિની સાથે ભારે સામ્ય ધરાવે છે. ૨૪૨
તારંગા(તા. ખેરાળ, જિ. મહેસાણા)નું અજિતનાથ મંદિર(પદ ૨૦ આ. પર)નું ગણગૃહ અંદરની બાજુએ સાદું છે, પરંતુ પ્રદક્ષિણાપથમાં પડતી એની બાહ્ય દીવાલો નિર્ગમથી વિભૂષિત છે.ર૪૩ ભદ્રના બંને છેડા અર્ધઅછાસ ઘાટના છે, જે ઉભડક રચના પરત્વે અર્ધઅષ્ટાસ્ત્ર સ્તંભ જેવા લાગે છે. ગભારાની આજુબાજુના પ્રદક્ષિણાપથની બાહ્ય દીવાલો દરેક બાજુએ મધ્યમાં ભદ્ર અને પ્રતિથિના નિગમેથી સુશોભિત છે. ઉપરાંત ભદ્રમાં મુખભદ્ર તથા ભદ્ર અને પ્રતિરય વચ્ચે નંદી નામે નિગમ છે. પ્રદક્ષિણાપથના ભદ્રનિર્મની દરેક બાજુએ એક એક ઝરૂખાની રચના છે. આ ઝરૂખો અંદરની બાજુએ બે સ્તંભે અને બહારની બાજુએ વેદિકા પર આવેલા બબ્બે યુગલ વામનતંભોથી ટેકવેલ છે. વેદિકાના મથાળે કક્ષાસનની રચના છે. ગર્ભગૃહની ઉપર બાજુની વેદિકાની નીચે મકરમુખ ને વેિલ આવેલાં છે. પાણીના નિકાલ માટે પરનાળ આવેલી છે.
ગર્ભગૃહની પાછલી દીવાલે આવેલ વિસ્તૃત પીઠિકા (આસન) પર મૂહા નાયક અજિતનાથની લગભગ ૨.૬ મી. ઊંચી પ્રતિમા છે.