________________
[ પ્ર
સોલંકી કાલ ભરણીની દરેક બાજુએ મેટાં અધોમુખી તમાલપત્રોની રચના છે. એના પરની શિરાવટી દરેક બાજુ નિગમ પામે છે અને એના દર્શનીય ભાગો પર ઘટપલવ તથા અધરત્નનાં સુશોભને કોતરેલાં છે. આ ચાર સ્તંભ બે બેના યુગ્મમાં ગોઠવેલા છે. એમાંને બાહ્ય સ્તંભ દ( જાડાઈ)માં અંદરના સ્તંભ કરતાં થોડાક ઓછો છે. સ્તંભ પર ભારે કદના સળંગ સાદા પાટ છે. એના તળાંચે અધવૃત્તમાં કમલપાંખડીઓ કોતરેલી છે અને બાજુએ ચિપિકાઓથી વિભૂષિત છે. મુખ્ય પાટની ઉપર બેસણુરૂપે દ્વિતલ ભીના થર ઉપરના સાદા અને મિત્ર (નીચેથી ચેરસ, મધ્યમાં અઠાંસ અને ઉપર ગોળ) ઘાટના સ્તંભો પરની ભરણી અને શિરાવતી પર બીજા મજલાને પાટ ગોઠવેલે છે.
મંદિરની પૂર્વ બાજુની શૃંગારકી બહુ જ ખંડિત હાલતમાં છે, પરંતુ ઉત્તર તરફની શૃંગારકી એના બેવડા મજલા સાથે ઠીક ઠીક હાલતમાં જળવાઈ રહી છે, પરિણામે શૃંગારકીના શિઃપવૈભવને એ ઘણે સારો ખ્યાલ આપે છે. એમાં કુંભીના ભાગમાં સૌથી નીચે ગજથર (ઘસાઈ ગયેલે) છે, એના પરની શિ૯૫મંડિત પટ્ટી બહુ જ ખવાઈ ગઈ છે, પરંતુ એના પરની ત્રીજી પદિકામાં નરથરની યોજના જણાય છે. કુંભીની પડઘીની આ ત્રિમેખલા પદિકા ઉપર અંતરપત્ર છે અને એના ઉપર છાજલી, કણી, કેવાલ અને અંતરપત્રના થર છે. એના ઉપર વળી આના આ જ થરનું પુનઃનિર્માણ કરેલું છે, પરંતુ એના ભદ્ર ભાગે ગવાક્ષ કરી એમાં બેઠેલ અવસ્થામાં મૂર્તિશિલ્પ કોતરેલાં છે. અહીંથી તંભદંડનો ભાગ શરૂ થાય છે, એમાં શૃંગારચોકીને ફરતી વેદિકાના કલાસનનો ભાગ શરૂ થાય તેટલા દર્શનીય ભાગમાં ઊભેલી અવસ્થામાં ગવાક્ષમંડિત પરિચારક દેવદેવાંગનાઓનાં શિલ્પ છે. કક્ષાસનના ઉષ્ણષ સાથે જોડાણ પામતી ભારે નિગમિત પદિકા ઉપર સ્તંભ અષ્ટકોણકાર ધારણ કરે છે. એમાં સૌથી નીચે સાદો થર છે. એના પર રત્નપદ, અને બે વર નૃત્યાંગનાઓના છે. એના ઉપરના ઘરમાં ઘટપલ્લવ અને ઊર્ધ્વ તમાલપત્રની સુશોભનપદિકા છે. સૌથી ઉપર સાદા ઘરની બંને બાજુએ હીરગ્રહણકની રચના છે. આ દરની બાજુએ હીરગ્રહણક પર ટેકવેલ મકરમુખમાંથી શૃંગારચોકીનું તોરણ નિષ્પન્ન થાય છે, જે કેંદ્રભાગે ચોકીના પાટના તળાંચે કરેલ કમલદલની આકૃતિમાં વિલીન થતું દર્શાવ્યું છે. બાહ્ય ભાગના હીરગ્રહણક પર શાલભંજિકાઓનાં શિલ્પ. હતાં, જે હવે નષ્ટ થયાં છે. અષ્ટકોણાકાર સ્તંભની ઉપરના વૃત્તાકાર સ્તંભભાગમાં તીર્ અણિયારાં, ગગારકો તથા ગાળાગલતાની પટ્ટિકા કતરેલી છે. સ્તંભી, ઉપર ધટપલ્લવ અને અધોમુખી તમાલપત્રથી વિભૂષિત વૃત્તાકાર ભરણી ને એના