________________
સોલંકી કાલ
[ પ્ર. ગજલાલુને થર રેડાની પરંપરાનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. ગર્ભગૃહના પીઠભાગમાં ગણનાં ઊભેલાં પ્રાચીન શિલ્પ લાકડાની શૃંગારકીના સ્તંભની કુંબીઓના ગવાક્ષમાંના ગણોની યાદ આપે છે. સલિલાંતરમાં ગજારોહીનાં શિલ્પ આવેલાં છે. ગૂઢમંડપ અને શૃંગારચોકીના સ્તંભ ભદ્રક ઘાટના છે, પણ ગૂઢમંડપના સ્તંભ ઊંચાઈમાં વિશેષ છે. પ્રાચીન મંદિરના અવશેષરૂપ અન્ય શિલ્પસમૃદ્ધિમાં ગાનવાદન ને નૃત્યમાં રત લેકની લીલાનું છતમાંનું શિલ્પ તથા કોલ-કાચલા ઘાટને મંડપનો કોટક નેંધ પાત્ર છે.૨૨૯ ત્રણે બાજુએ આવેલા કુંડ દ્વારા મંદિર એની વિશાળ જગતી સાથે પરિવૃત થયેલ છે.
પાવાગઢ(તા. હાલોલ, જિ. પંચમહાલ)ના લકુલીશ મંદિરના ગર્ભગૃહની આગળ નાની અને મોટા કદની બે કપિલી ( અંતરાલ) આવેલી છે. એની આગળ ગૂઢમંડપ અને શૃંગારચોકી છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબમાં લકુલીશનું શિલ્પ છે. મંડેવરની જંધામાં ઉત્તમ કતરણીવાળાં વેગીલાં શિલ્પ આવેલાં છે. એમાં વીરેશ્વર, લકુલીશ, અષ્ટાદશભુજ દેવી, નટરાજ, યોગાસનમાં બેઠેલા શિવનાં બે શિલ્પ, ગજેમોક્ષનું દશ્ય અને બ્રશાનાર્કનું શિલ્પ ખાસ નેધપાત્ર છે. આ છેલ્લું પભુજ શિલ્પ અર્ક(સૂર્ય)પ્રમુખ ત્રિમુખ દેવનું છે. એને એક હાથ ખંડિત છે. એણે બાકીના હાથમાં ત્રિશલ, સફ, પદ્મ, પદ્મ અને સર્પ ધારણ કરેલાં છે. એના પગ પાસે હંસ, અશ્વ અને નંદી વાહન છે.૨૩૦ આ શ્રેણીનાં બીજાં મંદિરમાં એઠાર(તા. સિદ્ધપુર, જિ. મહેસાણા)નું ગણેશ મંદિર, કુંભારિયા(તા. દાંતા, જિ. બનાસકાંઠા)નું સંભવનાથનું મંદિર તથા વાલી(તા. ઈડર, જિ. સાબરકાંઠા)ના વૈદ્યનાથ મંદિરને સમાવેશ થાય છે.૨૩૧
આ કાલનાં અતિવિકસિત સ્વરૂપનાં મંદિર સાંધાર એટલે કે પ્રદક્ષિણાપથ સાથેનાં છે. મોઢેરાનું પ્રસિદ્ધ સૂર્યમંદિર, સિદ્ધપુરને સુકમાળ, સોમનાથનું કુમાર પાલના સમયનું મંદિર, તારંગાને પ્રસિદ્ધ અજિતનાથ-પ્રાસાદ, ઈડરનું રણમલકીનું મંદિર, ઘૂમલીનું નવલખા વગેરે મંદિરનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે.
મેરા( તા. ચાણસ્મા, જિ. મહેસાણા )નું સૂર્યમંદિર ગુજરાતના મંદિર-સ્થાપત્યનો આદર્શ નમૂન છે. પૂર્વાભિમુખે આવેલ આ મંદિર આયોજન પર સ્પષ્ટતઃ બે વિભાગોમાં વહેચાઈ જાય છે. ગર્ભગૃહ, એની ચારે બાજુ પ્રદક્ષિણાપથ, ગર્ભગૃહની આગળ અંતરાલ, ગૂઢમંડપ અને પ્રવેશચોકી વગેરે અંગોને મૂલપ્રાસાદ બની રહે છે. આ મૂલપ્રાસાદની આગળ સભામંડપ, કાતિતરણ અને સૂર્યકુંડ આવેલાં છે૨૩૪ (૫૪ ૫, આ-૨૭; પદ ૧૭, આ. ૪૦).